ચેતન પટેલ/ સુરત: સામાન્ય સંજોગોમાં કોઇ પણ ગુનાની ફરિયાદ નોંધવા માટે પોલીસ ધક્કે ચઢાવતી હોવાની છબી છે. જો કે સરથાણા પોલીસે હીરા દલાલ એવા આરટીઆઇ એક્ટિવિસ્ટની સરથાણા સ્થિત સહજાનંદ બિઝનેશ હબની ઓફિસની બહારથી ચોરી થયેલા માત્ર 150 રૂપિયાની કિંમતના પોતું મારવાના દંડાની ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા આશ્ચર્ય ફેલાયું હતું. મજાની વાત એ છે કે પોલીસે 24 કલાકમાં ગુનો ઉકેલી 3ની ધરપકડ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારના પુત્ર પરીક્ષામાં ચોરી કરતા સીસીટીવીમાં ઝલાઈ ગયો...


સામાન્ય સંજોગોમાં મારામારી, ચોરી, અકસ્માત કે કોઇ પણ પ્રકારના ગુનાની ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન જાવ તો પોલીસ ધક્કે ચઢાવે છે. જો કે આશ્ચર્યજનક બાબત એ છે કે સરથાણા વિસ્તારના સહજાનંદ બિઝનેશ હબમાં દુકાન નં. 13, 14માં ઓફિસ ધરાવતા હીરા દલાલ જનક બાલુભાઇ ભાલાળાની ઓફિસની બહાર 150 રૂપિયાની કિંમતનું પોતું મારવા માટેનો દંડો મુક્યો હતો. આ દંડો રહસ્યમય રીતે ગુમ થઇ ગયો હતો. ઓફિસ પહોંચેલા હીરા દલાલના સાળા કેવલ ધનજી ક્યાડાને દંડો નજરે નહીં પડતા તેમણે શોધખોળ કરી હતી. પરંતુ ક્યાંય પત્તો નહીં મળતા આ અંગે બનેવી જનકને જાણ કરી હતી. જેથી આરટીઆઇ એક્ટિવિસ્ટ એવા હીરા દલાલ જનક ભાલાળાએ આ અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. 


વડોદરા પાલિકાની પહેલ કોરોનાના દર્દીઓને કામ આવી, પાછા અપાવ્યા હોસ્પિટલોએ લીધેલા વધારાના રૂપિયા


આશ્ચર્યની બાબત છે કે મારામારી, ચોરી કે અન્ય ગુનાની ફરિયાદ નોંધવા માટે લોકોને ધક્કે ચઢાવતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ પણ શરૂ કરી દીધી છે. તપાસ અંતર્ગત સીસીટીવી કેમેરમાં જીન્સ અને ડાર્ક કલરનો શર્ટ પહેરેલો યુવાન દંડો લઇને આવી કોમ્પ્લેક્ષની બહાર થોડી વાર સે છે ત્યાર બાદ નજીકમાં મોપેડ લઇ ઉભેલા યુવાનની સાથે બેસીને ત્યાંથી જતા નજરે પડી રહ્યો છે. જાણે કોઈ મોટી ચોરી હોય તેમ પોલીસે તાત્કાલિક આખી તપાસ સરથાણા પોલીસ સ્ટેશનના PSI ને સોંપવામાં આવી અને ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીનું પગેરું મેળવી લઈ આરોપીની ધરપકડ કરી લીધી હતી.


રાજકોટ એસટીમાં કોરોનાનો કહેર, 10 કર્મચારીઓ પોઝિટિવ જાહેર


આ ત્રણેય આરોપી માલેતુજાર હોવાનું બહાર આવ્યય હતું. એક હીરાદલાલ, બીજો કાપડ દલાલ અને ત્રીજો એમ્રોડરીનો કારખાનેદાર હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદી જનક ભાઈને હેરાન કરવા આ હરકત કરી હોવાનું બહાર આવ્યું હતું. નવાઈની વાત એ છે કે પોલીસ આટલી એક્ટિવ થઈ તે સમાચાર જોતા લોકોને ગર્વ થઈ રહ્યો છે કે હવે કોઈ પણ વ્યક્તિ ની ફરિયાદ માં પોલીસ તાત્કાલિક નિકાલ લાવશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube