કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતા સીસીટીવીમાં ઝડપાયો

કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતા સીસીટીવીમાં ઝડપાયો
  • કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારનો પુત્ર હર્ષઆદિત્ય પરીક્ષાખંડમાં મોબાઈલ લઈને ગયો હતો.
  • આખરે કાલે CCTV સામે આવતા GLS કોલેજ તરફથી યુનિવર્સિટીમાં લેખિત ફરિયાદ આપવાની ABVP ને બાંહેધરી અપાઈ

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારના પુત્ર પરીક્ષામાં ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયો છે. યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન મોબાઈલમાંથી ચોરી કરતો હર્ષઆદિત્યસિંહ પરમાર સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો. ABVPએ ઘટનાના સીસીટીવી રજૂ કરીને હોબાળો કર્યો છે. છેલ્લા બે દિવસથી ABVP  ના કાર્યકર્તાઓ GLS કોલેજમાં વિરોધ કરી રહ્યું હતું. આખરે કાલે CCTV સામે આવતા GLS કોલેજ તરફથી યુનિવર્સિટીમાં લેખિત ફરિયાદ આપવાની ABVPને બાંહેધરી અપાઈ હતી. ABVP એ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રારને આવેદન આપ્યું છે આ મામલે, તાત્કાલિક પગલાં લેવા માગ કરી છે.

અમદાવાદમાં કોંગ્રેસ નેતાનો પુત્ર પરીક્ષામાં મોબાઈલ સાથે ઝડપાયો છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારનો પુત્ર હર્ષઆદિત્ય પરીક્ષાખંડમાં મોબાઈલ લઈને ગયો હતો. NSUI સમર્થિત લૉ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના સેનેટ સભ્ય હર્ષાદિત્યએ જ ગેરરીતિ કરી હોવાનો પર્દાફાશ થયો છે. પરીક્ષા ખંડમાં મોબાઈલનો ઉપયોગ કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં પણ ફોનનો ઉપયોગ કરતા હતા. હર્ષઆદિત્યએ પોતાના મિત્રોને ચાલુ પરીક્ષામાં પ્રવેશ અપાવ્યો હોવાનો પણ એબીવીપીનો આરોપ છે.

હર્ષઆદિત્યસિંહે 8 સપ્ટેમ્બરના રોજ આપેલી પરીક્ષાના આ ફૂટેજ છે. હર્ષઆદિત્ય પરમાર ગુજરાત યુનિ.ની ચાલુ પરીક્ષાએ ફોનનો ઉપયોગ કરતો સ્પષ્ટ નજરે આવે છે. સાથે જ તેણે પોતાના મિત્રોને ચાલુ પરીક્ષાએ સેન્ટરમાં પ્રવેશ અપાવી ચાલુ પરીક્ષામાં ગેરરીતિ આચરતા હોવાનો ABVP દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી ABVP આ અંગે GLS કોલેજ ખાતે વિરોધ કરી રહ્યું છે. ત્યારે આખરે કાલે CCTV સામે આવતા GLS કોલેજ તરફથી યુનિવર્સિટીમાં લેખિત ફરિયાદ આપવાની ABVP ને બાંહેધરી અપાઈ હતી. તો બીજી તરફ, ABVP એ આજે યુનિવર્સિટીમાં CCTV ફુટેજના સહારે પગલાં લેવા માંગ કરી છે. 

હર્ષઆદિત્ય મોબાઈલ સાથે કેવી રીતે પરીક્ષાખંડમાં પહોંચ્યો એ મોટો સવાલ છે. ABVP એ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટ્રારને આવેદન આપ્યું છે અને આ મામલે તાત્કાલિક પગલાં લેવા માગ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news