સુરત:  ગુજરાતમાં ફરી એકવાર કોરોના બેકાબુ થયો છે. જેના કારણે ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં એક કોરોના પોઝિટિવ મહિલાનું મોત નિપજ્યું છે. તેને અંતિમ સમયે ગંગાજળની વાત તો દુર સાદુ પાણી પણ નસીબ થયું નહોતું અને પાણી માટે તડપી તડપીને તેનું મોત નિપજ્યું હતું. મૃતક પુનમબેનનું 18 મી તારીખે સિઝર કરીને બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે તેમને કોરોના વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. 20 માર્ચે અચાનક તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુકેશ અંબાણીના એન્ટીલિયા કેસમાં ગુજરાત કનેક્શનમાં થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો


પુનમ બેને અંતિમ વખતે પોતાનાં પરિવાર સાથે વાત કરતા હતા ત્યારે અચાનક તેઓ બેભાન થઇ ગયા હતા. જો કે તેઓ જણાવી રહ્યા હતા કે અહીં કોઇ ડોક્ટર પર હાજર નથી. તેમને પાણી પીવું છે પરંતુ કોઇ પાણી આપવા વાળું નથી. 18 માર્ચે પુનમ બેને સિવિલ હોસ્પિટલનાં ગાયનેક ઓટીમાં બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ માતા પુત્રીને વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. તેમનો રેપિડ ટેસ્ટ કરવામાં આવતા ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે RTPCR ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને કોરોના વોર્ડમાં ખસેડાયા હતા. 


મહેસાણા: વાલાપુરા પાસે ઇકો ગાડી અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માતમાં 2નાં ઘટના સ્થળે જ મોત
છેલ્લા વીડિયો કોલમાં તેમણે કહ્યું કે, પાણીની તરસ લાગી છે છે પરંતુ કોઇ ડોક્ટર હાજર નથી. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવા છતા વેન્ટિલેટર પર નથી રખાયા. વીડિયો કોલિંગતી વાત કરવા દરમિયાન જ તેઓ અચાનક બેભાન થઇ ગયા હતા. 19 મી તારીખે પુનમબેનની કિડની ફેલ થઇ ગઇ હતી. પરિવાર દ્વારા ફોન દ્વારા વાત કરાવવા માટે જણાવ્યું પરંતુ ડોક્ટર્સે સવારે વાત કરાવીશું તેમ જણાવ્યું હતું. 20 માર્ચે સવારે પુનમ બેન મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. અંતિમ વિધિ માટે મૃતદેહ આપી દીધો હતો. 


પૂનમ માડમના અથાગ પ્રયાસથી જામનગરવાસીઓને મળશે થશે આ ફાયદો


પરિવારનો આરોપ છે કે પ્રસુતી માટેની સોનોગ્રાફીમાં મહિલાની કિડની કામ કરી રહી હતી. પ્રસૃતી બાદ અચાનક કિડની ફેઇલ થઇ ગઇ હતી તે વાત ગળે ઉતરે તેમ નથી. બીજુ કે કોવિડ 19 હોસ્પિટલમાં ડોક્ટર્સની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે નહી તો બીજા લોકોનાં પણ આ પ્રકારે જીવ જતા રહેશે અને ડોક્ટર્સ લાપરવાહ રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube