પૂનમ માડમના અથાગ પ્રયાસથી જામનગરવાસીઓને થશે આ ફાયદો
ગ્રામ પંચાયતોને સીધી જ નાણાકીય સહાય વિકાસ માટે પહોંચે છે તેને જ બે સ્ટેપ આગળ વધારીને કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને પણ એવી જ રીતે 15 માં નાણાંપંચની વિકાસ ગ્રાન્ટની રકમ સીધી જ આપવામાં આવશે
Trending Photos
મુસ્તાક દલ/ જામનગર: સંસદસભ્ય પૂનમબેન માડમની જહેમતથી તાલુકા-જિલ્લા પંચાયતોમાં વિકાસ કામોની ગ્રાન્ટ, ગ્રામ પંચાયતોની જેમજ કેન્દ્ર સરકાર સીધી જ જમા કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ સુવિધાને સમર્પિત છે તે માટે અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવ્યા છે.
ગ્રામ પંચાયતોને સીધી જ નાણાકીય સહાય વિકાસ માટે પહોંચે છે તેને જ બે સ્ટેપ આગળ વધારીને કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને પણ એવી જ રીતે 15 માં નાણાંપંચની વિકાસ ગ્રાન્ટની રકમ સીધી જ આપવામાં આવશે. નોંધપાત્ર છે કે આ મહત્વની જોગવાઈ કરવા સંસદસભ્ય પૂનમબેન માડમે સંસદમાં ભારપૂર્વક રજુઆત કરી હતી. જે માન્ય રહેતા સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરજી તેમજ કૃષિ રાજ્યમંત્રી પૂરુષોત્તમ રૂપાલનો આભાર વ્યક્ત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે