સુરતઃ જાણીતા ઉદ્યોગકાર અને ભાજપ લઘુમતી મોર્ચાના સભ્ય કાદર વાડીવાળાને મળી દાઉદ ગેંગની ધમકી
કાદર વાડીવાળાના મોબાઇલ પર વિદેશથી અજાણ્યા નંબર થી ફોન આવ્યો હતો.જેથી તેઓએ પ્રથમ ઉપાડ્યો ન હતો. ત્યારબાદ ફરી 28મીના રોજ આજ નંબર પરથી ફોન આવયો હતો તે પણ ઉપાડ્યો ન હોતો.
સુરતઃ શહેરના જાણીતા ઉદ્યોગકાર અને ભાજપ લઘુમતી મોર્ચાના સભ્ય અને મુસ્લિમ અગ્રણી કાદર વાડીવાળાને દાઉદ ગેંગની ધમકી મળી છે. કાદર વાડીવાળાને કુખ્યાત ગેંગસ્ટર એજાઝ લાકડાવાળા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. 13237293643 નંબર પરથી મેસેજ કરીને ધમકી આપવામાં આવી હતી. કાદર વાડીવાળાએ ફોન નહીં ઉઠવતા મેસેજ કરી ધમકી આપવામાં આવી છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના જાણીતા ઉઘોગકાર અને ભાજપના ઓલ ઇન્ડિયા લઘુમતી મોરચાના સભ્ય તેમજ કેન્દ્ર સરકારના નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દુ લેંગ્વેજના પણ સભ્ય કાદર વાડીવાળા તેમજ તેમના પુત્રને અંધારી આલમના ડી ગેંગના કુખ્યાત ગેંગસ્ટર એજાઝ લાકડાવાળા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી ગયો છે. ભાજપના જ રાજમાં ભાજપના જ આગેવાનને મળેલી આ ધમકી અંગે કાદર વાડીવાળા દ્વારા તુંરત પોલીસને જાણ કરવામા આવતા ક્રાઇમબ્રાંચે ગુનો નોધીને તપાસ શરુ કરી હતી.
[[{"fid":"188235","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Kedar Vadivada","field_file_image_title_text[und][0][value]":"Kedar Vadivada"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Kedar Vadivada","field_file_image_title_text[und][0][value]":"Kedar Vadivada"}},"link_text":false,"attributes":{"alt":"Kedar Vadivada","title":"Kedar Vadivada","class":"media-element file-default","data-delta":"1"}}]]
કાદર વાડીવાળાના મોબાઇલ પર વિદેશથી અજાણ્યા નંબર થી ફોન આવ્યો હતો.જેથી તેઓએ પ્રથમ ઉપાડ્યો ન હતો. ત્યારબાદ ફરી 28મીના રોજ આજ નંબર પરથી ફોન આવયો હતો તે પણ ઉપાડ્યો ન હોતો. બાદમા તેમના મોબાઇલ પર ધમકી ભર્યો મેસેજ છોડવામા આવ્યો હતો. જેમા મેરે કોલ કા જવાબ નહી દેંગા તો ભેજેમે લગેગી જેવો ધમકી ભર્યો મેસેજ છોડવામા આવ્યો હતો. આ મેસેજ મળતાની સાથે જ કાદરભાઇએ પોલીસ કમિનરને મળવા માટે પહોચ્યા હતા. જ્યા પોલીસ કમિશનરે આ બાબતને ગંભીરતાથી લઇને આ અંગે ક્રાઇમબ્રાંચને ગુનો નોંધી તપાસ હાથ ઘરવા માટેના આદેશ આપ્યા હતા. હાલ ક્રાઇમબ્રાચે કાદરભાઇના મોબાઇલ પર આવેલા નંબર ટ્રેસમા મુકી આ નંબર કયાનો છે અને ક્યાંથી કરવામા આવ્યો છે તે અંગે તપાસ હાથ ધરી છે.