તેજશ મોદી/સુરત: ઉરી ખાતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનોએ હુમલો કર્યો હતો, જેનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. હવે પુલવામાં ખાતે થયેલા આતંકી હુમલામાં 40 થી વધુ સીઆરપીએફનાં જવાનો શહીદ થયા છે. ત્યારે ફરી એક વખત સર્જીકલ સ્ટ્રાઈક કરવાની માંગ દેશવાસીઓમાં ઉઠી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસ આજ વાતને ધ્યાનમાં લઇ દેશભરમાં લોકોએ સરકાર પાસે કડક કાર્યવાહીની માંગણી કરી છે. સુરતના એક વેપારીએ પોતાના ઇન્વોઇસ બિલોમાં પુલવામાંનો બદલો લેવાની વાત લખી છે. ચિરાગ દેસાઈ નામના વેપારીએ પુલવામાંનો બદલો લેવાની માંગ કરી છે. ચિરાગે બિલ પર લાખાવ્યું છે. #SurgicalStrike2.0 આ સાથે જ એક ગ્રેનેડ બોમ્બનું ચિત્ર પણ મુકવામાં આવ્યું છે,


ગ્રેનેડ નીચે લખ્યું છે. #RIPSoldiers, #Pulwama #IndiaWantsRevenge. ચિરાગે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું છે કે, સૈનિકો દેશની સરહદ પણ રહી લોકોની રક્ષા કરે છે. તેઓ પર જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, તે ખુબ દુઃખ બાબત છે. પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો સતત આપના જવાનો પર હુમલા કરી રહ્યા છે.


ગુજરાત બજેટ 2019: લેખાનુદાન બજેટમાં કયા સેક્ટરને શું મળ્યું, જાણો એક ક્લિકમાં


સુરતના વેપારીએ જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે આપણે પણ જડબાતોડ જવાબ આપી આતંકવાદીઓનો ખાત્મો બોલાવો પડશે. લોકો પુલવામાં થયેલા આંતકવાદી હુમલાને અને શહીદોને ભૂલે નહીં તે માટે બિલ પર આ લખાણ લખવામાં આવ્યું છે. ચિરાગનું કહેવું છે કે, જ્યાં સુધી પાકિસ્તાન સામે બદલો નહીં લેવાય ત્યાં સુધી આ પ્રકારના બિલ તેઓ પોતના વેપારીઓને મોકલતા રહેશે.