પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ ગાઝી રશીદની આ તસવીરમાં છુપાયુ છે મોટું રહસ્ય

12 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ ગાઝી રસીદ માર્યો ગયો હતો. આ સમાચાર દરેક મીડિયામાં અબ્દુલ રશીના એક ફોટો સાથે છપાયા હતા. પરંતુ આ તસવીર પાછળ છુપાયું છે એક રહસ્ય. 

પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ ગાઝી રશીદની આ તસવીરમાં છુપાયુ છે મોટું રહસ્ય

ગુજરાત : ગઈકાલે 18 ફેબ્રુઆરીના રોજ ઈન્ડિયન આર્મીએ પુલવામા આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝી રશીદને મારીને જવાનોની મોતનો પહેલો બદલો લીધો હતો.  પિંગલીના વિસ્તારમાં ગઈકાલે એન્કાઉન્ટરમાં પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી અબ્દુલ ગાઝી અને તેના સાથી આતંકી મોહમ્મદ ઇસ્માઇલ પણ માર્યો ગયો હતો. 12 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ ગાઝી રસીદ માર્યો ગયો હતો. આ સમાચાર દરેક મીડિયામાં અબ્દુલ રશીના એક ફોટો સાથે છપાયા હતા. પરંતુ આ તસવીર પાછળ છુપાયું છે એક રહસ્ય. 

Gahi.jpg

ગાઝી રશીદનો ફોટો મોર્ફ કરાયેલો છે
Alt ન્યૂઝની માહિતી મુજબ, સોશિયલ મીડિયા પર આતંકવાદી અબ્દુલ ગાઝી રશીદનો જે ફોટો વાઈરલ થયો છે, તે મોર્ફ કરાયેલો છે. ગાઝીના ચહેરા નીચે દેખાતુ શરીર અમેરિકન પોપ લેજન્ડ જોન બોન જોવીનું છે. અમેરિકન પોપ લેજન્ડ જોન બોન જોવીની આ તસવીર જોતા તમને સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે આ તસવીર મોર્ફ કરાયેલી છે. 

Screenshot_20190218-172520_.jpg

આતંકી ગાઝી રશીદ અને જોન બોન જોવીની આ તસવીરમાં અનેક સરખામણીઓ છે. જેમ કે, ડાબો હાથ, હાથમાં પહેરાયેલી ઘડિયાળ, હાથમાં પકડેલું વોકી-ટોકી. તેમજ જમણા હાથનો શેપ તથા બેટન અને ટેસરની પોઝીશન પણ આબેહૂબ છે. જે બતાવે છે કે ગાઝીનો ફોટો મોર્ફ કરાયેલો છે. 

એટલું જ નહિ, એમેઝોન પર પોલીસ સ્યૂટ ફ્રેમ મેકર નામની એક એપ પણ ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનમાં, ટેમ્પલેટમાં એકમાં રશીદ, બોન જોવી અને અન્ય અનેક લોકોના ફોટો એકજેવા ઓનલાઈન મળી આવે છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news