પુલવામા હુમલા બાદ સેના લાલઘૂમ, કહ્યું- દેશ સામે બંદૂક ઉઠાવનારાઓની હવે ખેર નથી

પુલવામા હુમલા બાદ ભારતીય સેના વધુ સખ્ત બની છે. દેશની રક્ષા કરતા જવાનોના બલિદાનથી દેશભરમાં આતંકીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ સેના પણ લાલઘૂમ જોવા મળી રહી છે અને જમ્મુ કાશ્મીરની માતાઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમારા સંતાનોને સમજાવો કે દેશ વિરોધી પ્રવૃતિમાં જોડાય નહીં કારણ કે દેશ સામે બંદૂક ઉપાડનારાઓને હવે છોડવામાં નહીં આવે, ઠાર કરાશે. 

પુલવામા હુમલા બાદ સેના લાલઘૂમ, કહ્યું- દેશ સામે બંદૂક ઉઠાવનારાઓની હવે ખેર નથી

શ્રીનગર : પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર કરાયેલા આતંકી હુમલા અને સામે સેના દ્વારા કરાયેલ એન્કાઉન્ટરને લઇને મંગળવારે સવારે સેના અને સુરક્ષાબળના અધિકારીઓએ જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે, દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા અને દેશ સામે બંદૂક ઉઠાવનારાઓની હવે ખેર નથી, એમને ઠાર કરવામાં આવશે. 

સેનાના ચિનાર કોર્પ્સના કમાન્ડર, જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) વિક્ટર ફોર્સ, જમ્મુ કાશ્મીર પોલીસના આઇજી અને સીઆરપીએફના આઇજી આ પ્રેસ કોન્ફરન્સમાં જોડાયા હતા. સેનાની 15 કોરના જીઓસી કેજેએસ ઢિલ્લને કહ્યું કે, શહીદોના પરિવારોની સાથે અમારી સંવેદનાઓ છે. કાશ્મીરમાં જે બંદૂકો ઉઠાવશે એ માર્યા જશે. 100 કલાકની અંદર અમે જમ્મુ કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદની ટોપ લીડરશિપને ઠાર કરી છે. 

જમ્મુ કાશ્મીરમાં આઇઇડી વિસ્ફોટના કાવત્રાને પાર પાડવા માટે આતંકવાદીઓએ પોતાની પદ્ધતીઓમાં ફેરફાર કર્યા છે. હાલમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વિસ્ફોટના કાવત્રાને પાર પાડવા માટે આતંકવાદીઓએ વાહનોના રિમોટ એલાર્ટ અથવા ચાવીઓનો ઉપયોગ વધાર્યો છે. આશંકા છે કે હાલમાં જ પુલવામાં સીઆરપીએફના કાફલા પર હૂમલા આ જ પદ્ધતીનો ઉપયોગ કર્યો હતો. (સમગ્ર અહેવાલ વાંચો) 

પુલવામા આતંકી હુમલા પર કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંહે કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ હવે જે પણ રણનીતિ બનાવવામાં આવશે, તે પ્રભાવી હશે. પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે, પુલવામાં હુમલાના ગુનેગારોને સજા મળશે. આતંકીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે યોગ્ય જગ્યા અને યોગ્ય સમય પસંદ કરીશું. જનરલ વી.કે.સિંહે ઝી મીડિયાની સાથે એક્સક્લુસિવ વાતચીતમાં કહ્યું કે, આ ઘટના બાદ વિપક્ષ પ્રયાસોમાં છે કે, તે ભૂલો કાઢવામાં લાગ્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષને શાંતિની સાથે સૈનિકો અને કેન્દ્રનો સાથ આપવો જોઈએ. ન કે હલકી વાતો અને છીંદા કાઢવા જોઈએ (સમગ્ર અહેવાલ વાંચો)

પુલવામા આતંકી હુમલા બાદ બંને પક્ષોની વચ્ચે તણાવ વધશે તે બાબતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભારત સ્થિત પોતાના ઉચ્ચાયુક્તને વાતચીત કરવા માટે પરત બોલાવી લીધા છે. અધિકારીઓએ સોમવારે આ માહિતી આપી હતી. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાને વાતચીત કરવા માટે સોમવારે ભારતના પોતાના હાઈ કમિશનરને પરત બોલાવી લીધા છે. પુલવામા હુમલાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સ્થિત ભારતીય હાઈ કમિશનર અજય બિસરીયાને પણ વાતચીત કરવા માટે નવી દિલ્હી પરત બોલાવી લેવાયા છે. ગત ગુરુવારે પુલવામામાં થયેલ આતંકી હુમલા માટે ભારતે પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહંમદને જવાબદાર ગણાવ્યા છે. (પાકિસ્તાન ડરી ગયું...વાંચો)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news