ઝી ન્યૂઝ/સુરત: શહેરમાં રત્નકલાકારને મળવાના બહાને બોલાવી હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગને ઉધના પોલીસે ઝડપી પાડી છે. પોલીસે એક મહિલા સહીત 5 લોકોની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! માર્ચ-એપ્રિલ મહિનો કાળ બની ત્રાટકશે!


સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય રત્નકલાકાર 6 મહિના અગાઉ પલસાણા ખાતે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે વેળાએ તેઓની મોપેડમાં પેટ્રોલ પૂર્ણ થઇ ગયું હતું આ દરમ્યાન એક ઇસમ ત્યાં આવ્યો હતો અને પોતાની બાઈકમાંથી પેટ્રોલ કાઢી રત્નકલાકારને આપ્યું હતું અને બાદમાં પોતાનું નામ જીતું જણાવી રત્નકલાકારનો નબર મેળવી લીધો હતો અને બાદમાં અવાર નવાર રત્નકલાકારને ફોન કરીને વાતચીત કરતો હતો. 


નેશનલ ફેમિલી હેલ્થ સર્વે એ ગુજરાતની પોલ ખોલી, મંત્રીઓના આરોગ્ય બગાડશે આ આંકડા


દરમ્યાન ગત 6 માર્ચના રોજ ફરીથી રત્નકલાકારને ફોન કરીને ઉધના ખાતે મળવા બોલાવ્યો હતો જ્યાં રત્નકલાકાર મળવા જતા જીતું તેને ઉધના બીઆરસી મંદિર પાસે આવેલા શિવ શક્તિ એપાર્ટમેન્ટના 8 માં માળે ચા પાણી પીવાના બહાને લઇ ગયો હતો જ્યાં રત્નકલાકાર રૂમમાં પ્રવેશતા જ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો. 


ડાંગની મહિલાઓ વર્ષે કરે છે લાખો રૂપિયાની આવક, આ પાકની પ્રોડક્ટની માર્કેટમાં ડિમાન્ડ


આ દરમ્યાન રૂમમાં એક મહિલા હાજર હતી. દરમ્યાન થોડી જ વારમાં અજણ્યા ત્રણ થી ચાર ઈસમો રૂમમાં પ્રવેશ્યા હતા જેમાં બે ઈસમોએ હથકડી અને પોલીસના લોગો વાળા માસ્ક પહેર્યા હતા. આ ઈસમોએ રત્નકલાકારને ધાક ધમકીઓ આપી માર માર્યો હતો તેમજ મહિલા સાથે તેનો બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો. 


એટલું જ નહી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી .ડરી ગયેલા રત્નકલાકારે મિત્ર હસ્તક 50 હજાર રૂપિયા મંગાવી આપી દીધા હતા તેમજ અન્ય આરોપીઓએ તેની પત્નીનું ક્રેડીટ કાર્ડ પણ લઇ લીધું હતું અને માર મારી તેનો નબર મેળવી તેમાંથી 18,999 રૂપિયા પણ ઉપાડી લીધા હતા. બાદમાં રત્નકલાકારને કોઈને કહેશે તો જાનથી મારી નાખીશું તેમ કહી ધમકીઓ આપી હતી. 


છી..છી..છી..બાળકોના ભોજનમાંથી નીકળ્યા કીડા, જોઈને ચઢી જશે ચિતરી


જો કે આ સમગ્ર મામલે રત્નકલાકારે હિમ્મત ભેગી કરી ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ઉધના પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી


પકડાયેલા આરોપીઓના નામ


  • જીતું ઉર્ફે જીતેન્દ્ર ઓમપ્રકાશ શર્મા [ઉ.૨૭]

  • રાજેશ ઉર્ફે રાજ શંભુભાઈ પાટીલ [ઉ.૨૮]

  • સુનીલ પુન્જુ સૂર્યવંશી [ઉ.૨૮]

  • જ્ગેશ્વર ઉર્ફે રાજા રામનરેશ ચૌધરી [ઉ.૩૨]

  • સુમા મિરાજ મહેબુબ શેખ