ચેતન પટેલ/સુરત: મોજ શોખ માટે ચોરીના રવાડે ચડેલા ચાર વાહનચોરને ઉધના પોલીસે ઝડપી પાડયા છે. પકડાયેલા યુવકો સુરતમાં બાઈક ચોરી કરીને દમણમાં જઈ મોજશોખ પાર્ટી કરવા બાઈક ચોરી કરતાં હોવાનું સામે આવ્યું છે. ઉધનાપોલીસે બે કોલેજિયન સહિત ચારને ઝડપી લઈને અલગ અલગ 10 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની નવી ઓળખ! તમને આ ખબર હશે તો જ તમે પાક્કા ગુજરાતી, નહીં તો અમદાવાદી પણ નહીં


ઉધના પોલીસનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ચાર શખ્સો નંબર પ્લેટ વગરની ચોરીની બાઈક લઈને ફરી રહ્યા છે.જે બાતમીના આધારે પોલીસે નંબર પ્લેટ વગરની બાઈક પર નીકળેલા ચાર ઈસમોને ઉભા રાખ્યાં હતાં. બાદમાં તેમની કડકાઈપૂર્વકની પૂછપરછ કરવામાં આવતાં બાઈક ચોરીનો ભાંડો ફૂટી ગયો હતો. યુવકો પાસેથી બાઈકના કોઈ જ દસ્તાવેજ મળ્યાં નહોતા. 


લગ્ન પહેલા પાંગરેલા પ્રેમ સબંધનો 10 વર્ષ બાદ કરુણ અંજામ! નવસારીમા ખેલાયો લોહિયાળ જંગ


બાદમાં તેઓએ 10 જેટલી બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપીઓમાં આદિનાથ ઉર્ફે ગોલીયા યુવરાજકુમાર બોરસે મૂળ મહારાષ્ટ્રનો વતની છે. જેના વિરુદ્ધ મહારાષ્ટ્રના આઝાદ નગર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના 3 ગુના નોંધાઇ ચુક્યા છે. જેમાં આરોપી પોતે સજા પણ ભોગવી આવ્યો છે. 


માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતા 12 દિવસે ભાંડો ફૂટ્યો! જાણો રાજકોટમાં મહિલાની હત્યા


ઉપરાંત તેણે હાલ મહારાષ્ટ્રથી બે વર્ષ માટે તડીપાર પણ કરવામાં આવ્યો છે. આરોપી શ્યામકાંત ઉર્ફે શ્યામ ઉર્ફે ઋષિ અનિલ વૈરાડે બીએ પાસ સુધીનો અભ્યાસ કરી ચુક્યો છે. તેવી જ રીતે આરોપી અમૃત ઉર્ફે કાલુ ભરત ઠાકરે પણ હાલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જ્યારે નિતીન ઉર્ફે આબા ઉખા બાગુલની પત્ની હાલ સગર્ભા છે અને પોતે ડીંડોલીનો રહેવાસી છે. 


નવસારીનો કિસ્સો! ATM કાર્ડ વાપરતા હોવ તો આ વાતનું ધ્યાન રાખજો, નહીં તો ઉપડી જશે રૂ


આરોપીઓ દમણ જઈ પાર્ટી કરવાની સાથે પોતાના મોજશોખ પુરા કરવા માટે ચોરી કરતાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે 10 બાઈક સાથે કુલ 2.75 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


મેઘો ફરી બોલાવશે ધબધબાટી! ગુજરાતમાં આ તારીખે શરૂ થશે વરસાદ, જાણો શું કરાઈ મોટી આગાહી