માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતા 12 દિવસે ભાંડો ફૂટ્યો! જાણો રાજકોટમાં પરપ્રાંતીય મહિલાની હત્યા કોણે કરી?

આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉત્તર પ્રદેશના બેહરાઇચ જિલ્લાના તરાઇ જંગલ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. 12 દિવસ પહેલા રાજકોટનાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં કારખાનાની ઓરડીમાંથી જાકીરાબાનુ ઉર્ફે કર્કીદ ચાંદઅલી ગદ્દીની હત્યા કરેલી લાશ મળી હતી. 

માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતા 12 દિવસે ભાંડો ફૂટ્યો! જાણો રાજકોટમાં પરપ્રાંતીય મહિલાની હત્યા કોણે કરી?

ગૌરવ દવે/રાજકોટ: શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં કારખાનાની ઓરડીમાંથી બાર દિવસ પહેલા મહિલાની કોહવાયેલી હત્યા કરાયેલી લાશનો પોલીસે ભેદ ઉકેલ્યો છે. મહિલાને તેનો જ પતિ ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તરપ્રદેશનાં જંગલમાંથી આરોપીને ઝડપી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે.

આ ઘટનામાં સંડોવાયેલા આરોપીનું નામ મોબીન જમીન અહેમદ છે. આરોપી મોબીન જમીન અહેમદ પર પત્નીની હત્યા કરવાનો આરોપ છે. આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે ઉત્તર પ્રદેશના બેહરાઇચ જિલ્લાના તરાઇ જંગલ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. 12 દિવસ પહેલા રાજકોટનાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં કારખાનાની ઓરડીમાંથી જાકીરાબાનુ ઉર્ફે કર્કીદ ચાંદઅલી ગદ્દીની હત્યા કરેલી લાશ મળી હતી. 

પોલીસે તપાસ કરતા તેની હત્યા તેના જ પતિએ કરી હોવાની શંકા હતી. જોકે પતિ ફરાર હોવાથી પોલીસે ઉત્તરપ્રદેશ સુધી તપાસ શરૂ કરી હતી. જેમાં માહિતી મળી હતી કે, ઉત્તર પ્રદેશનાં જંગલમાં આરોપી છુપાયો છે. જેથી રાજકોટથી ભાગેલા મોબીનને ઝડપી લેવા ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલની ટીમના પીએસઆઇ સાકરિયા સહિતની ટીમ જંગલ વિસ્તારમાં દોડી ગઇ હતી અને વેશપલટો કરી મોબીનને ઝડપી લીધો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મોબીનના અગાઉ લગ્ન થયા છે અને તેની પત્ની વતનમાં રહે છે. પત્ની હોવા છતાં પાંચ સંતાનોની માતા જાકિરાબાનુ સાથે પ્રેમ થતાં બંને એક વર્ષ પૂર્વે વતનથી રાજકોટ આવી ગયા હતા અને કોર્ટમેરેજ કરી લીધા હતા. જાકિરાબાનુ સાથે લગ્ન કરી લીધા અંગે પ્રથમ પત્નીને અજાણ રાખી હતી. ઈદની રજામાં વતન જવાનું મોબીને કહેતા જાકિરાબાનુને ડર લાગ્યો હતો કે, વતનમાં જઇને મોબીન તેની પત્નીને મળશે જેથી ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બીજીબાજુ પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લઇ લેવા જાકિરાબાનુ મોબીન પર દબાણ કરતી હતી. જેથી ઉશ્કેરાઇને મોબીને જાકિરાબાનુની હત્યા કરી નાખી હતી.

હાલ પોલીસે આરોપીને ઝડપી જેલનાં સળીયા ગણતો કરી દીધો છે. હત્યા કરવા પાછળ પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં ગળાટૂંપો આપીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું છે. જોકે હત્યા પાછળ ગૃહ કલેશ જ જવાબદાર છે કે અન્ય કોઇ કારણ તે દીશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news