મેઘો ફરી બોલાવશે ધબધબાટી! અમદાવાદ સહિત ગુજરાતમાં આ તારીખે શરૂ થશે વરસાદ, જાણો શું કરાઈ છે મોટી આગાહી?

Meteorological department's rain forecast: ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ બે દિવસ બાદ ફરીથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બનવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી 2 દિવસ ખાસ વરસાદ નહીં. ત્યારે આગામી 6 ,7, અને 8 જુલાઈએ વ્યાપક વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 
 

1/6
image

હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી શકે છે. પૂર્વ પશ્ચિમ ટ્રફ વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં 7 અને 8 જુલાઈએ ભારે વરસાદ આવી શકે છે.  પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધાવાના લીધે અસર જોવા મળશે.

2/6
image

હવામાન વિભાગના મતે 4 જુલાઈથી પવનની ગતિ વધશે. આ કારણોસર 4 થી 7 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 7 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 

3/6
image

રાજ્યમાં નવી સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની છે. આ સિસ્ટમ સક્રિય થવાની સાથે જ ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ગુરુવારથી વરસાદનો બીજો તોફાની રાઉન્ડ પ્રારંભ થવાની શક્યતા છે. હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 6 તારીખથી વરસાદનું જોર વધશે.

4/6
image

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6 જુલાઈએ અમરેલી, જૂનાગઢ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 7 જુલાઈએ અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. 

5/6
image

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે. આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને વરસાદ પડશે. 

6/6
image

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર  વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં  સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે.  સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71  અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે.