તેજશ મોદી, સુરત: લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા સરકારે ફટાફટ લોકોને ઉપયોગી જાહેરાતો અને કામો મંજૂર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે ગત ચૂંટણીમાં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. તે હવે ચૂંઠણીનાં ચાર મહિના પહેલા પૂરું કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. 30 જાન્યુઆરીએ વડાપ્રધાન નેરેન્દ્ર મોદી સુરત આવશે અને પહેલી સુરત શારજાહ ફલાઇટને લીલીઝંડી આપશે તેવી જાહેરાત સુરત અને નવસારીના સાંસદ દર્શના જરદોશ અને સી.આર.પાટીલે ટ્વિટ દ્વારા કરી છે. જેને કારણે સુરતીઓમાં ખુશીનો માહોલ છે. એક સમયે એરપોર્ટ માટે અને પછી ફ્લાઇટ માટે આંદોલન કરતા સુરતીઓ વધુ ફ્લાઇટ મળે તેવી આશા પણ રાખી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચગાવી પતંગ, વાઘાણીએ પકડી ફીરકી


હજારો કરોડો રૂપિયાના વેપાર અને સરકારને કરોડોનો ટેક્સ આપતા સુરતને એક સમયે સારા એરપોર્ટના ફાંફા હતા. એરપોર્ટ મળ્યુ પછી કનેક્ટિવિટી માટે ફ્લાઇટ મળી ન હતી. ત્યારે હવે ફ્લાઇટની સંખ્યા વધી છે, તો સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ફ્લાઇટ મળે તેવી માગણી છેલ્લા દોઢ વર્ષથી કરવામાં આવતી હતી. ત્યારે હવે સુરતના લોકો માટે ખુશીના સમાચાર છે. વર્ષોથી જેની કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી. તે ઇન્ટનેશનલ એરપોર્ટનું સપનું 30મીએ પુરૂ થવા જઇ રહ્યું છે.


વધુમાં વાંચો: રાજ્યમાં ઉતરાયણના દિવસે જ બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 7 લોકોના મોત


30 જાન્યુઆરી બપોરે દોઢ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાપર્ણ કરશે અને સુરત શારજાહની પહેલી ફ્લાઇટને લીલીઝંડી પણ આશે. સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ કરાવવા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલું કરાવવામાં નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને સુરતના સાંસદ દર્શના જરદોશની મહેનત રંગ લાવી છે.


[[{"fid":"199252","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


વધુમાં વાંચો: રાજકોટ: સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂ કહેર યથાવત, ઉતરાયણે જ ફ્લૂથી 2ના મોત


સુરત એરપોર્ટ ઉપર કસ્ટમ ક્લિયરન્સ માટેની સુવિધા શરૂ કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. હાલમાં સુરત એરપોર્ટનો રન વે પણ 2905 મીટરનો થઇ ગયો હોવાથી ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્ટાન્ડર્ડ પણ જળવાઇ જતો હોવાથી ફ્લાઇટોની સંખ્યા વધી શકે છે. કસ્ટમ ક્લિયરન્સ સુવિધા માટે કસ્ટમ ઓપિસર્સ અને સ્ટાફને માટે જરૂરી તમામ ફેસિલિટી ઉભી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ પ્રકારના સ્કેનર્સથી માંડીને ઓફિસર્સને માટે ચેમ્બર્સ, સ્ટ્રોંગરૂમ, ઇન્ટ્રોગેશન રૂમ જેવી તમામ બાબતોને સાંકળીને એરપોર્ટ ઉપર કસ્ટમ ક્લિયરન્સ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


વધુમાં વાંચો: અમદાવાદ સહિત ગુજરાતમાં ધાબા પરથી પડવાના કુલ 117 કેસ, દોરી વાગવાની 84 ઘટના


એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ
સુરતથી શાહજહાંની ફ્લાઇટ 30મી જાન્યુઆરીથી શરૂ થવાની છે, જોકે આ અંગે સાંસદોએ દાવો કર્યો છે, તો બીજી તરફ એર ઇન્ડિયાની વેબસાઇટ ઉપર સુરતના નામનો ઉલ્લેખ કરાયો છે. જે અગાઉ ન હતો. જોકે હજુ સુધી કોઇ ફ્લાઇટનું સ્ટેટ્સ બતાવવામાં આવ્યું નથી, પરંતુ જે પ્રકારનો દાવો કરાયો છે, તેને જોતા આગામી દિવસોમાં ફ્લાઇટ અને બુકિંગ અંગેની માહિતી પણ ઉપલબ્ધ થઇ જશે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...