સુરતના ડભોલીમાં સ્વામી સામે થયેલી દૂષ્કર્મની ફરિયાદ થઇ રદ્દ, ફરિયાદી યુવતિએ હાઇકોર્ટમાં કર્યું સમાધાન
સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર યુવતીએ કોર્ટમાં જણાવ્યું કે, તેણે આવેશમાં આવીને ફરિયાદ નોંધાવી હતી.
સુરતઃ ડાભોલી સ્વામિનારાયણ મંદિરના સાધુ સામે થયેલી ફરિયાદ રદ કરવામા આવી છે. સાધુ કરણસ્વરૂપ સામેની દુષ્કર્મની ફરિયાદ રદ થઈ ગઈ છે. ફરિયાદી યુવતી પરિવાર સાથે હાઈકોર્ટમાં હાજર રહી હતી અને કહ્યું હતુ કે તેણે આવેશમાં આવીને ફરિયાદ નોંધાવી હતી જેથી ફરિયાદ રદ કરવામા આવે. સ્વામી પર લગાવેલા આરોપ હોવાનું પીડિતાએ જણાવતા સ્વામી સામેની ફરિયાદ રદ કરવામા આવી છે. મહત્વનું છે કે ડભોલી સ્વામિનારાયણ મંદિરના સ્વામી સામે યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સુરતના ડાભોલી સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંત પર એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ફરિયાદમાં કહ્યું કે, પૈસાની લાલચ આપીને મારા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મંદિર ટ્રષ્ટે પણ સાધુનો બચાવ કર્યો હતો. મંદિરે એક સીસીટીવી પણ જાહેર કર્યા હતા જેમાં કેટલાક લોકો સ્વામી સાથે મારપીટ કરી રહ્યાં હતા. ત્યારે આજે હાઈકોર્ટમાં યુવતીએ હાજર રહીને કહ્યું કે, મેં આવેશમાં આવીને આ ફરિયાદ કરી હતી. સ્વામી સાથે આ ફરિયાદ રદ્દ કરવામાં આવે. યુવતીના આ નિવેદન બાદ હાઈકોર્ટે ફરિયાદ રદ્દ કરી દીધી છે.
શું છે સમગ્ર મામલો
સુરતના ડભોલી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામી પર 22 વર્ષની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, આ યુવતીની માતાની તબિયત ખરાબ હતી. તેને પૈસાની જરૂર હતી. ત્યારે કોઈએ તેને કહ્યું કે, તમે સ્વામિનારાયણ મંદિરમાં જાવ ત્યાં તમને મદદ મળી શકે છે. આ યુવતી મંદિરે ગઈ ત્યારે તે સ્વામીના સંપર્કમાં આવી હતી. સ્વામીએ તેને મદદ કરવાનું કહી અને રૂમમા લઈ ગયા અને તેના પર બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ સ્વામીએ થોડા દિવસ બાદ પૈસા આપવાનું કહ્યું હતું. યુવતી બીજીવાર જ્યારે પૈસા માટે ગઈ ત્યારે ફરી સાધુએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.