Janmashtami : જન્માષ્ટમીનો પર્વ હોય એક તરફ ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં ભક્તિભાવનો માહોલ છે, તો બીજી તરફ ગલીઓમાં મટકીફોડનો શોર છે. મટકીફોડના કાર્યક્રમો અનેકવાર જોખમી બની જતા હોય છે. ઊંચી મટકી ફોડવામાં અનેક ગોવિંદાઓ માહેર હોય છે, પરંતું ક્યારેક અકસ્માત સર્જાઈ જાય છે. આવું જ બન્યું સુરતના એક દહીહાંડી કાર્યક્રમમાં. સુરતથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોલેજની દહીહાંડી કાર્યક્રમમાં સ્ટંટ કરવા ગયેલો એક યુવક દાઝ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં હાલ કૃષ્ણ જન્મોત્સવના વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા છે. જેમાં એસડી જૈન કોલેજમાં પણ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. આ દરમિયાન એક યુવક આગ સાથે કરતબ બતાવી રહ્યો હતો. તે મોઢામાંથી જ્વલનશીલ પદાર્થ હવામાં ઉડાડીને ખેલ કરતો હતો. આ ખેલ તેને ભારે પડ્યો હતો. 


પરિવાર અમદાવાદથી અંકલેશ્વર જતો હતો, આણંદ પાસે અકસ્માતમા સાસુ-વહુનું કમકમાટીભર્યુ મોત


 


બ્રેક બાદ ગુજરાતમા ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, 10 સપ્ટેમ્બર સુધીની નવી આગાહી આવી ગઈ