Surat News : લૂંટેરી દુલ્હન, હની ટ્રેપના કિસ્સા હવે સામાન્ય બની ગયા છે. પુરુષોને ફસાવીને રૂપિયા લૂંટીને ભાગી જતી મહિલાઓના કિસ્સાઓમાં સુરતનો કિસ્સો ગજબનો છે. સુરતના વેડરોડ વિસ્તારમાં પ્રેમિકાનું કારસ્તાન સામે આવ્યું છે. ભાડુઆત તરીકે રહેવા આવેલી યુવતીએ સુતમાં યુવકને પ્રેમજાળમાં ફસાવીને 96 લાખ પડાવ્યા હતા. પૈસા મળતા તે પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. પ્રેમના દિવસ વેલેન્ટાઈન ડેના દિવસે જ એક યુવકને પ્રેમનો કડવો અનુભવ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વેડ રોડ વિરમનગર સોસાયટીમાં રહેતા યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તે પ્રેમી સાથે મળી મકાન વેચાણના આવેલા રોકડા 96.44 ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. ઠગ મહિલાના પ્રેમજાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળે જમીન સરકી ગઈ હતી. હાલમાં ઠગાઈનો ભોગ બનેલા યુવકે ચોક બજારમાં પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


બ્રેકિંગ ન્યૂઝ : આખરે પોલીસ સમક્ષ હાજર થયા કેડિલાના CMD રાજીવ મોદી


સુરતના કતારગામની કૃષ્ણકુંજ સોસાયટીમાં વિભાગ એમાં એક મકાન આવેલું છે. જ્યાં 37 વર્ષીય મૂળ સોમનાથના દિલીપ ધનજી ઉકાણી રહે છે. પત્ની સાથે મનમેળ ન હોવાથી તેઓ અહી ભાડેથી મકાન લઈને એકલા રહેતા હતા. આ જ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડુઆત તરીકે જયશ્રી દિનેશ ભગત અને તેનો પ્રેમી શુભમ સમાધાન મિસલ રહેવા આવ્યા હતા. બંને મૂળ મહારાષ્ટ્રના વતની હતી. 


આ બાદ, શુભમને વારંવાર મહારાષ્ટ્ર જવાનું થતુ, આ વચ્ચે જયશ્રી અને દિલીપ વચ્ચે વાતચીત વધી હતી. બંને વચ્ચે પ્રેમ પાંગરવા લાગ્યો હતો. તેથી તેણે દિલીપ સાથે લગ્નનો વાયદો કરીને શુભમ સાથે બ્રેકઅપ કર્યુ હતું. આમાં જયશ્રીએ દિલીપને કહ્યું કે, તમે મકાન વેચી નાંખો, આપણે અહીંથી બીજે રહેવા જઈશું. તેથી દિલીપે દોઢ કરોડનું મકાન 96.44 લાખમાં વેચ્યુ હતું. 


ગુજરાતના રાજકારણમાં અચાનક ચર્ચામાં આવેલા આ નામથી લોકો પૂછે છે : કોણ છે મયંક નાયક


બીજી તરફ, મકાનની રકમ ઘરમાં જ પડી હતી તે જયશ્રીને ખબર હતી. તેથી તે દિલીપની ગેરહાજરીમાં રૂપિયા લઈને છુમંતર થઈ ગઈ હતી. બીજી તરફ, દિલીપે તેની શોધખોળ શરૂ કરી તો જયશ્રી કે તેનો પ્રેમી ક્યાંય મળ્યા ન હતા. તો બીજી તરફ, મકાન વેચ્યાના રૂપિયા પણ ઘરમાંથી ગાયબ હતા. દિલીપને આખરે માલૂમ પડ્યુ કે, જયશ્રી તેને 96 લાખનો ચૂનો લગાડીને જતી રહી છે. જેથી દિલીપ ધનજી ઉકાણીએ ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર : ખુશ થઈ જશો આ ખબર સાંભળીને