ગુજરાતના રાજકારણમાં અચાનક ચર્ચામાં આવેલા આ નામથી લોકો પૂછી રહ્યાં છે : કોણ છે મયંક નાયક?

Who Is Mayank Nayak : સરપ્રાઈઝ આપવા ટેવાયેલા ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં મહેસાણાના મયંક નાયકને ઉમેદવાર જાહેર કર્યા... ભાજપે પાયાના કાર્યકર પર પસંદગીનો કળશ ઢોળીને રાજ્યસભામાં મોકલવાનું નક્કી કર્યું 
 

ગુજરાતના રાજકારણમાં અચાનક ચર્ચામાં આવેલા આ નામથી લોકો પૂછી રહ્યાં છે : કોણ છે મયંક નાયક?

Rajyasabha Election 2024 : ભાજપ એવી પાર્ટી છે જ્યાં મોદીના નામે વોટ આવે છે. તેને કારણે ભાજપના રાજકારણમાં નવોદિતો હંમેશા સ્થાન મળતુ નથી. આ જ કારણ છે કે, ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપીને નવા નામોની પસંદગી કરે છે. મયંક નાયક પણ તેમાંના એક છે, જેઓ આજે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરશે. મયંક નાયક નામ અત્યાર સુધી કોઈના મોઢે ન હતું, પરંતુ અચાનક જ ચોવીસ કલાક પહેલા આ નામ લોકોમાં ચર્ચાતું થઈ ગયું. ભાજપે પાયાના કાર્યકર પર પસંદગીનો કળશ ઢોળીને રાજ્યસભામાં મોકલવાનું નક્કી કર્યું છે. ત્યારે મહેસાણામાં ખુશીનો માહોલ છવાયો છે. મહેસાણાનો એક કાર્યકર હવે રાજ્યસભા ચૂંટણી લડશે. ત્યારે સૌને જાણવામાં રસ છે કે કોણ છે મયંક નાયક.

કોણ છે મયંક નાયક
મયંક નાયકની પસંદગી રાજ્યસભાના ઉમેદવાર તરીકે થઈ છે. મયંક નાયકની જાહેરાત થતા જ મહેસાણામાં ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદગી થતા પરિવારજનોએ કહ્યું કે, નાયક સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો. તમને જણાવી દઈએ કે, મયંક નાયકે એક સમયે રીક્ષા પણ ચલાવી હતી. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ પૂરતા પગારની નોકરી ન મળતા મયંક નાયકે ત્રણ વર્ષ સુધી રિક્ષા પણ ચલાવી હતી. હવે મયંક નાયક રાજ્યસભામાં જશે તે પાક્કુ જ છે.

મયંક નાયકની રાજકીય સફર
મયંક નાયક હાલ ભાજપના યુવા નેતા અને હાલમાં બક્ષી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ ભાજપમાં સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયા હતા. સંગઠનમાંર હીને તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટમીમાં તેમણે સક્રિયતાથી કામ કર્યું છે. ત્યાર બાદ તેમને મહેસાણા તાલુકા પંચાયતની લાખવડ બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી હતી. જેમાં તેઓ દોઢ હજાર કરતા વધુ મતથી વિજયી થયા હતા. અત્યાર સુધી તેઓએ ભાજપમાં અનેક મોરચે જવાબદારી સંભાળી છે. ઉપરાંત વિવેકાનંદ યાત્રા, સદભાવના યાત્રા, મેરી માટી મેરા દેશ જેવા કાર્યક્રમમોમાં ગુજરાતના ઈન્ચાર્જ તરીકે પણ કાર્યરત થઈ ચૂક્યા છે. 

આજે બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ભાજપના 4 ઉમેદવાર રાજ્યસભાનું ફોર્મ ભરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, OBC સેલના પ્રમુખ મયંક નાયક અને પંચમહાલના ડૉક્ટર જસવંતસિંહ પરમાર ફોર્મ ભરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news