Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના સચિન વિસ્તારમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. રાત્રે મિત્રો સાથે માછલી ખાવા બેઠેલા યુવકના ગળામાં કાંટા ફસાઈ જતા ઢળી પડ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. યુવકના મોતના પગલે પરિવારમાં અશોકનો માહોલ છવાઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં એકલો રહી પરિવારનું ગુજરાન ચલાવતો હતો
મૂળ બિહારનો 35 વર્ષીય મુન્ના ઉર્ફે મુકેશ યાદવ વતનવાસીઓ સાથે સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલા સુડા સાઈનાથ સેક્ટર 2 માં રહેતો હતો. મુન્નાના પરિવારમાં પત્ની, બે દીકરા અને બે દીકરી છે. મુન્નાનો પરિવાર વતનમાં રહેતો હતો અને સુરતમાં તે એકલો રહેતો હતો. મુન્ના જેકાર્ડ મશીનના ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.


ગુજરાતીઓનું વાકું નસીબ : લાખો NRI આવતા-જતા છતા અમેરિકાની કોઈ ડાયરેક્ટ ફ્લાઈટ નથી


ઉલટી કરતા 8 થી 10 કાંટા બહાર આવ્યા 
ગતરોજ રાત્રે મુન્ના 08:00 વાગ્યે ડ્યુટી પરથી પરત ફર્યો હતો અને રસ્તામાંથી રાહુ નામની માછલી ખાવા માટે લઈને ઘરે આવ્યો હતો. રાત્રે 10 વાગ્યે મુન્ના અને તેના ત્રણ સાથે મિત્રો માટલી ખાવા માટે બેઠા હતા. દરમિયાન મુન્નાના ગળામાં માછલીના કાંટા ફસાતા તેને મોમાં આંગળા નાખીને કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતું ત્યાર બાદ બેભાન થઈને તે ઢળી પડ્યો હતો.


સુરતના આ વિદ્યાર્થીઓએ કમાલ કરી, બ્રહ્માંડમાં મોકલી શકાય તેવું રોવર બનાવ્યું


સારવાર પણ કામ ન આવી
મુન્નાને તાત્કાલિક 108 માં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. દરમિયાન મુન્નાએ ઉલટી કરતા 8થી 10 જેટલા કાંટાઓ બહાર આવ્યા હતા. જોકે ટૂંકી સારવારમાં જ મુન્નાનું મોત નીપજ્યું હતું. મુન્નાના મોતની જાણ વતન પરિવારને કરવામાં આવતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. હાલ તો પોસ્ટમોર્ટમ બાદ યુવકના મૃતદેહને વતન લઈ જવામાં આવશે.


સુરતીઓને માથે મોટી ઘાત : ત્રણ યુવકોના હાર્ટ એટેકથી મોત, એકનુ રીક્ષામાં બેઠા બેઠા મોત