સુરતીઓને માથે મોટી ઘાત : ત્રણ યુવકોના હાર્ટ એટેકથી મોત, એક રીક્ષામાં બેઠા બેઠા ઢળી પડ્યો

Sudden Heart Attack : સુરતમાં હાર્ટ એટેકથી ત્રણ યુવકોના મોત થયા.... ત્રણેય યુવકો મોત પહેલા બેભાન થઈ ગયા હતા.... તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા   

સુરતીઓને માથે મોટી ઘાત : ત્રણ યુવકોના હાર્ટ એટેકથી મોત, એક રીક્ષામાં બેઠા બેઠા ઢળી પડ્યો

Surat News સુરત : ગુજરાતમા સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સા હવે ટેન્શન કરાવી રહ્યાં છે. હાર્ટ એટેક બિલાડીના ટોપની જેમ ફૂટી રહ્યાં છે. સુરતમાં હાર્ટ એટેકથી હાહાકાર મચી ગયો છે. સુરતમાં હાર્ટ એટેકની ઘટનાઓ યથાવત છે. સુરતમાં હાર્ટ એટેક કહેર મચાવી રહ્યો છે. ત્યારે સુરતમાં ત્રણ યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે. પીપલોદ, રાંદેર અને પાંડેસરામાં 3 યુવકોના બેભાન થયા બાદ મોત થયા હતા. 

ત્રણેય યુવકો બેભાન થઈ ગયા હતા

  • પીપલોદમાં 26 વર્ષીય યુવકને છાતીમાં દુખાવો થતા બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો
  • રાંદેરમાં 45 વર્ષીય યુવકને ઓટોરીક્ષામાં બેઠા બેઠા બેભાન થઇ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃતજાહેર કર્યો હતો
  • પાંડેસરામાં 42 વર્ષીય યુવકને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓ ખુરશી ઉપર બેભાન થઇ ગયા હતા, જેને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃતજાહેર કર્યો હતો

જોકે તમામ કેસમાં હોસ્પિટલના ડોક્ટરે હાર્ટ એટેકની આશંકા વ્યક્તિ કરી હતી. જોકે, ચિંતાની વાત એ છે કે, ત્રણેય યુવકો એક જ પેટર્નથી મોતને ભેટ્યા હતા. 

વેક્સિનનાં લીધે એટેક આવે છે એ ખોટી માન્યતા  - ડો.તેજસ પટેલ 
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા ગતરોજ જાહેર પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા અવસ્થામાં હાર્ટ એટેકના કેસમાં વધારાને લઈ સંવાદ યોજાયો હતો. આ પ્રસંગે હાજર રહેલા પદ્મશ્રી ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે, ઘણા બધા કારણો હાર્ટ એટેક માટે જવાબદાર છે અને યુવા અવસ્થામાં હાર્ટ આવવાનો ટ્રેન્ડ 2000 વર્ષથી ચાલી રહ્યો છે. કોવિડ બાદ આ ટ્રેન્ડ સૌની નજર સામે આવ્યો છે. વેક્સિનનાં લીધે એટેક આવે છે એ ખોટી માન્યતા છે. વેક્સિનના લીધે આજે આપણે બધા જીવી રહ્યા છીએ. રોજ બરોજની જીવન સૈલી અને ખોરાક મહત્વનો રોલ ભજવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news