આરોપીને ઢોર માર મારવા બદલ સુરતમાં PI સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ
સુરતના ખટોદરા વિસ્તારમાં એક આરોપીને માર મારવાના મામલે પીઆઈ સહિત 8 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહિ, પોલીસ સ્ટેશનના પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ચેતન પટેલ/સુરત :સુરતના ખટોદરા વિસ્તારમાં એક આરોપીને માર મારવાના મામલે પીઆઈ સહિત 8 પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહિ, પોલીસ સ્ટેશનના પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હવામાન અપડેટ : સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ જિલ્લો, પણ બોટાદમાં વાતાવરણમાં પલટો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની ખટોદરા પોલીસ ફરીથી એકવાર વિવાદમાં આવી છે. બે દિવસ પહેલા ઓમપ્રકાશ મિશ્રા સહિત ત્રણ લોકોની ચોરીના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી. સુરતના ખટોદરા વિસ્તારમાં ચોરીના આરોપમાં ઓમ પ્રકાશ મિશ્રા નામના આરોપીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. તેનો પોલીસ લોકઅપમાં રાખવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ ચાલી રહી હતી. પરંતુ કસ્ટડીમાં તેને પોલીસ સ્ટાફ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેના બાદ ઓમ પ્રકારની હાલત ગંભીર બની હતી. આ સમગ્ર મામલો ખોટદરા પોલીસે છુપાવ્યો હતો અને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેની તબિયત વધુ લથડતા તેને ગઈકાલે બપોરે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને હાલ ઓમપ્રકાશ વેન્ટીલેટર પર છે. હાલ તેની તબિયત વધુ નાજુક છે.
માઉન્ટ એવરેસ્ટ સર કરીને પરત ફરી સુરતી બહેનો, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
આ સમગ્ર ઘટના ઉપરી અધિકારીઓના કાને પડ્યો હતો. સુરત પોલીસ કમિશનર વહેલી સવારે ખટોદરા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા પીઆઈ એમ.બી.ખીલેરી, પીએસઆઈ સી.પી.ચૌધરી સહિત આઠ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એટલું જ નહિ, તમામ 8 પોલીસ કર્મચારી સામે પણ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તમામ 8 પોલીસ અધિકારી પાસે પહોંચે તે પહેલા જ તેઓ ફરાર થઈ ગયા છે, તેથી પોલીસે ફરિયાદમાં તેઓ ફરાર થઈ ગયેલા હોવાનું પણ લખ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, પોલીસની આ દબંગાઈની તેમને સજા મળે છે કે નહિ.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :