હવામાન અપડેટ : સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ જિલ્લો, પણ બોટાદમાં વાતાવરણમાં પલટો

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સમગ્ર રાજયમાં તાપમાનનો પારો 40થી 43ને પાર પહોંચ્યો છે.. હવામાન વિભાગે અમદાવાદમાં આજે અને આવતીકાલે બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. શુક્રવારે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું હતું, આ સાથે જ સુરેન્દ્રનગર શુક્રવારે સૌથી હોટેસ્ટ જિલ્લો બન્યો હતો. 

હવામાન અપડેટ : સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ જિલ્લો, પણ બોટાદમાં વાતાવરણમાં પલટો

અમદાવાદ :સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સમગ્ર રાજયમાં તાપમાનનો પારો 40થી 43ને પાર પહોંચ્યો છે.. હવામાન વિભાગે અમદાવાદમાં આજે અને આવતીકાલે બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. શુક્રવારે રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર નોંધાયું હતું, આ સાથે જ સુરેન્દ્રનગર શુક્રવારે સૌથી હોટેસ્ટ જિલ્લો બન્યો હતો. 

  • સુરેન્દ્રનગરનું તાપમાન 44.8 ડિગ્રી 
  • રાજકોટનું તાપમાન 43.7 ડિગ્રી
  • પાટનગર ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી
  • અમદાવાદનું તાપમાન 43.2 ડિગ્રી

અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદ હવામાન વિભાગે કરી વધુ ગરમીની આગાહી કરી છે. હવામાન વિભાગે બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ તથા ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. ઉત્તરીય અરબી સમુદ્રમાં રચાયેલા હાઈ પ્રેશરથી ગરમીમાં વધારો થયો છે. આગામી ચાર દિવસ ગરમી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જેને પગલે રાજ્યમાં અમદાવાદ સહિત 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થઈ ગયો છે.

અમદાવાદ : સુરત આગકાંડ બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની NOC લેવા પડાપડી

બોટાદમાં વાતાવરણમાં પલટો
બોટાદમાં શુક્રવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. તો કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલની સમસ્યા જોવા મળી હતી. 

ગુજરાત બહારના રાજ્યો પણ ગરમીથી પરેશાન
કાળઝાળ ગરમીથી દેશના અનેક રાજ્યોના લોકો પણ પરેશઆન છે. ભોપાલમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ગરમીને કારણે અનેક રાજ્યોના લોકોના હાલ બેહાલ થયા છે. યૂપીના વારાણસીમાં વધી ગરમી છે. વારાણસીમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો છે. તો દિલ્હી-NCRમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે. દિલ્હીના પાલમ વિસ્તારમાં 46.8 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news