માઉન્ટ એવરેસ્ટ સર કરીને પરત ફરી સુરતી બહેનો, એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
સુરતની બે બહેનોએ માઉન્ટ એવરેસ્ટ સર કરી પરત ફરી છે. ત્યારે પરિવાર અને અને ફ્રેન્ડ્સ દ્વારા ઍરપોર્ટ પર બંનેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સુરતી બહેનો અદિતી વૈદ્ય અને અનુજા વૈદ્ય માઉન્ટ પર 29 હજાર 29 ફૂટ ઊંચાઈ પર જઈને પરત ફરી છે.
Trending Photos
તેજશ મોદી/સુરત :સુરતની બે બહેનોએ માઉન્ટ એવરેસ્ટ સર કરી પરત ફરી છે. ત્યારે પરિવાર અને અને ફ્રેન્ડ્સ દ્વારા ઍરપોર્ટ પર બંનેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સુરતી બહેનો અદિતી વૈદ્ય અને અનુજા વૈદ્ય માઉન્ટ પર 29 હજાર 29 ફૂટ ઊંચાઈ પર જઈને પરત ફરી છે.
સુરતના અઠવાલાઈન્સ આદર્શ સોસાયટીમાં રહેતા ડો.આનંદ વૈદ્યની બે દીકરીઓ અદિતી અને અનુજાએ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું નક્કી કર્યું હતું. બંનેએ 30 માર્ચના રોજ એવરેસ્ટના બેઝકેમ્પથી પર્વતારોહણની શરૂઆત કરી હતી. તેના બાદ 22 મેના રોજ બુધવારે સવારે તેમણે માઉન્ટ એવરેસ્ટ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. ત્યારે એવરેસ્ટ સર કરીને પરત ફરનાર બંને બહેનોનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. એરપોર્ટ પર તેમના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, અને બંને પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો.
મહત્વની બાબત તો એ છે કે, એવરેસ્ટ સર કરનારી બંને ગુજરાતની પ્રથમ મહિલા બની છે. અદિતીએ લંડનમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે, તો અનુજાએ બીઆરસીએમ કોલેજમાંથી બીબીએ કર્યું છે. તેમના પિતા ડો.આનંદ વૈદ્ય સુરતના જાણીતા આર્યુવેદ ડોક્ટર છે. ત્યારે એરપોર્ટ પર દીકરીઓની આ સફળતા જોઈને તેમના આનંદ સમાતો ન હતો.
આ બંને બહેનો જૂન મહિનાના અંતમાં રશિયાનું એલબ્રસ શિખર સર કરવાની ઈચ્છા ધરાવે છે. તેઓએ માઉન્ટ એવરેસ્ટ પર જતા પહેલા ગત ફેબુ્રઆરીમાં સાઉથ અમેરિકાના આર્જેન્ટિના ખાતે ૨૩ હજાર ફૂટની ઉંચાઈ ઉપર આવેલ માઉન્ટ એકોન્ટગુવા નામના શિખરને સર કર્યો હતો. ત્યારબાદ ૩૦ માર્ચના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પથી ટીમ રવાના થઈ હતી. અને ૨૨ મેના રોજ સવારે ૨૯ હજાર ફૂટ ઊંચાઈએ આવેલો માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધો હતો અને સમગ્ર વિશ્વમાં સુરતનું નામ રોશન કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે