ચેતન પટેલ/સુરત :મેડિકલ સાયન્સ માટે પણ કોરાના (corona virus) નો ઈલાજ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. કોરોના સામે ફાઇટ કરી શકે તેવો એન્ટી ડોટ બનાવવા તબીબી વિજ્ઞાન રાત દિવસ એક કરી રહ્યું છે. આ વચ્ચે સુરત (Surat)ના તબીબ કે જેઓ RNA વાયરસમાં PHD કરી ચૂક્યા છે તેઓએ કોરોનાની જીવનરક્ષક દવા બનાવી અનોખો આવિષ્કાર કર્યો હોવાનો દાવો કર્યો છે.


કોરોનાએ ચિંતા વધારી, દર્દીઓમાં નથી દેખાતા લક્ષણો, છતા રિપોર્ટ પોઝિટિવ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ એ RNA વાયરસનો એક પ્રકાર છે. સુરતના ડૉ ચેતન બલરે RNA વાયરસ ઉપર PHD કરી છે. હાલ જ તેઓ દ્વારા એક એવી દવા તૈયાર કરવામાં આવી છે, જે RNA વાયરસ સામે લડી શકે છે. નોઝલ સ્પ્રે નાક અથવા મોઢાના માધ્યમથી દર્દીને આપી શકાય છે. એક સ્પ્રે ની કિંમત 400 છે જે 20 દિવસ સુધી ચાલે છે. હાલ કોરોના સામે આ સ્પ્રે તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. તેમણે માર્ચ મહિનામાં પેટર્ન માટે મોકલી આપ્યા છે. તેઓ આ સ્પ્રેનું પ્રોડક્શન ભારત અને અમેરિકામાં કરશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર