સુરતમાં કોરોનાએ વધુ એક નેતાનો ભોગ લીધો, ભાજપના પૂર્વ કોર્પોરેટર ઊર્મિલા રાણાનું મોત
સુરતમાં કોરોના કહેર બનીને વરસી રહ્યો છે. કોરોના હવે સુરતમાં દિગ્ગજ નેતાઓનો પણ ભોગ લઈ રહ્યો છે. સુરત(surat) માં આજે કોરોનાને લઈને બીજા મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઊર્મિલાબેન રાણાનું કોરોનાથી નિધન થયું છે. દસ દિવસ પહેલા તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના બાદથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આજે ઉર્મિલાબેન રાણાનું સારવાર દરમિયાન નિધન થયું છે.
ચેતન પટેલ/સુરત :સુરતમાં કોરોના કહેર બનીને વરસી રહ્યો છે. કોરોના હવે સુરતમાં દિગ્ગજ નેતાઓનો પણ ભોગ લઈ રહ્યો છે. સુરત(surat) માં આજે કોરોનાને લઈને બીજા મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઊર્મિલાબેન રાણાનું કોરોનાથી નિધન થયું છે. દસ દિવસ પહેલા તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના બાદથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ત્યારે આજે ઉર્મિલાબેન રાણાનું સારવાર દરમિયાન નિધન થયું છે.
કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે પ્રોટોકોલ મુજબ, તંત્ર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સવારના પાંચ વાગ્યાના સમય દરમિયાન તેઓએ હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા.
ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર. પાટીલના ભાઈને કોરોના થયો
ઉલ્લેખનીય છે કે, સુરતમાં સતત કોરોનાના શોકિંગ અપડેટ્સ આવી રહ્યાં છે. ગઈકાલે જ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા અને તેમના પત્ની જયશ્રીબેન ભજીયાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે જ સુરતમાં કલરટેક્સ કંપનીના જનરલ મેનેજરનું પણ કોરોનાથી નિધન થયું છે. કલરટેક્સના જનરલ મેનેજર કિરીટ ગાંધી છેલ્લા 10 દિવસથી સારવાર હેઠળ હતા. તો આજે સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના ભાઈ પ્રકાશ પાટીલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 1009 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી સુરતમાં 258 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર