મૌલિક ધામેચા/અમદાવાદ : પોતાનાં વિવાદિત ટિકટોક વીડિયોનાં કારણે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી અલ્પિતા ચૌધરીને ફરી એકવાર ફરજ પર હાજર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર કરવામાં આવી હતી. હાલ તે કડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં આંશિક છુટછાટ અપાઇ ત્યાં પોલીસનું માનવીય વલણ, પણ કર્ફ્યુંનું કડક પાલન કરાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં પોલીસ વડા દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે, તમામ સસ્પેન્ડેડ અને જે નિવૃત થતા હોય તેમને ફરી ફરજ પર હાજર કરવા માટેના આદેશ આપવામાં આવ્યો હતો. જેના પગલે અલ્પિતા ચોધરીને પણ કડી પોલીસ સ્ટેશ ખાતે હાજર કરવામાં આવ્યા હતા. એસપી સમક્ષ હાજર થઇને પોતે ફરજ પર હાજર થયા હતા. 


રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં આજથી 4000 હજાર જેટલા ઉદ્યોગો શરૂ થયાઃ અશ્વિની કુમાર

આ અંગે અલ્પિતા ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હાલ મારુ સમગ્ર ફોકસ મારા ટેલેન્ટ (અભિનય) પર જ છે. જો કે હાલ જ્યારે સમગ્ર દેશ પર આપત્તી આવી પડી છે ત્યારે મારી પ્રાથમિક ફરજ છે કે હું મારી ફરજ પર પણ ધ્યાન આપું. જો કે ભવિષ્યમાં હું મારા ટેલેન્ટ તરફ જ આગળ વધવા માંગુ છું. હાલ સમગ્ર સ્થિતી જે પ્રકારની છે તેવામાં મારે મારી ફરજ પર હાજર થવું જરૂરી છે. 


વડોદરામાં કોરોના વાયરસને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો, અત્યાર સુધી 8 લોકોના મૃત્યુ

જો કે લોકોને અને ખાસ કરીને પોતાનાં ફેન્સને મેસેજ આપતા અલ્પિતાએ જણાવ્યું કે, હું મારા તમામ ફેન્સને જણાવીશ કે તેઓ ઘરમાં જ રહે. આ રોગની હાલ કોઇ દવા નથી માત્ર સોશિયલ ડિસ્ટન્સિંગ જ એક માત્ર ઉપાય છે ત્યારે તમે ઘરે રહો અને સુરક્ષીત રહો તે જરૂરી છે. માટે તમામ લોકો પોતાના ઘરે જ રહો. પોલીસ સતત તમારી સેવા માટે જ કડકાઇ વર્તી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube