તેજસ દવે/મહેસાણા: દિવાળીના તહેવારોમાં પૈસા કમાઈ લેવાની લાલચમાં ભેળસેળિયા તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. મહેસાણાના કડીમાંથી વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. દસ દિવસમાં બનાવટી શંકાસ્પદ ઘી બનાવતી બીજી ફેક્ટરી ઝડપાઇ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દીવાળી પહેલા અચાનક સોનાના ભાવ થયા ધડામ, ભાવમાં મોટો કડાકો, લેટેસ્ટ રેટ જાણો


મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામની સીમમાંથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે કડી પોલીસ દ્વારા અંગત બાતમીના આધારે બુડાસણ પાસે રેડ કરી હતી. રેડ બાદ ફેક્ટરીમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની શંકા જતા ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. આ ફેક્ટરીમાં દાવત બ્રાન્ડના નામે ગાયનું ઘી બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. આ ફેક્ટરીમાં 100 ગ્રામ 200 ગ્રામ 500 ગ્રામ અને 15 kgના પેકિંગમાં બજારમાં વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. હાલમાં રેડ દરમિયાન ફેક્ટરી માંથી 2600 કિલો જેટલું શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. 


ગુજરાતની આ દીકરીના સાહસને સલામ છે! 22 વર્ષની ઉંમરે બની ગામની સરપંચ


બુડાસણમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી મેલડી નગરમાં રહેતા હંસાબેન દીપકભાઈ પટેલ નામની મહિલાના નામે ભાડા કરાર હોવાનું જાણવા મળ્યું છે અને આ ફેક્ટરી નું સંચાલન પટેલ જીલ સુધીરકુમાર કરતો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ઉલ્લેખનીય છે કે હજુ દસ દિવસ પહેલા જ બુડાસણ જીઆઇડીસી સ્થિત રાજ રત્ન એસ્ટેટમાં 1.24 કરોડનો શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપાયો હતો ત્યારબાદ ફરી ૧૩.૭૮ લાખનો 2600 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. 


ઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ


તહેવારનો સમય આવતા ભેળસેળિયા બેફામ બન્યા હોવાના દ્રશ્યો હાલ મહેસાણામાં જોવા મળી રહ્યા છે આ ફેક્ટરી ની અંદર હાલમાં દાવત બ્રાન્ડના નામે ગાયનું ઘી બનાવીને વેચવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ફૂડ વિભાગ દ્વારા હાલમાં આ શંકાસ્પદગીના અલગ અલગ નમૂનાઓ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે. સ્થાનિક ફૂડ સેફટી વાનમાં સેમ્પલની તપાસ કામગીરીમાં આ ઘી ની અંદર વેજીટેબલ ફેટ મળ્યું હોવાનું સામે આવ્યું છે અને લેબમાં મોકલેલ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે કે આ ઘી ખાદ્ય છે કે અખાદ્ય. 


અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી, હજુ 3 વાવાઝોડા આવશે, મોટું સંકટ


કડીની બુડાસણ ની ફેક્ટરી માંથી હાલમાં 118 જેટલા શંકાસ્પદ ઘીના ડબ્બા જે કુલ 2600 કિલો અને 13.78 લાખનો આ જથ્થો સીઝ કરાયો છે પરંતુ સવાલ ઉભો એ થવા જાય છે કે શું આ લોકો તહેવારના સમયે જ આ પ્રકારનો ભેળસેળ યુક્ત ઘી બનાવતા હશે કેટલા સમયથી આ લોકો આ પ્રકારનું શંકાસ્પદ ઘી બનાવી લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે, તે તો તપાસમાં જ બહાર આવશે પરંતુ પૈસા કમાવાની લાયમાં આવા લે ભાગુ તત્વોનો મહેસાણામાં રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. હવે આ ભેળસેળિયા ક્યારે અટકશે તે પણ એક સવાલ છે અને આ ભેળસેળિયા વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.