Gold Rate Today: દીવાળી પહેલા અચાનક સોનાના ભાવ થયા ધડામ, ભાવમાં મોટો કડાકો, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં કડાકો જોવા મળ્યો અને આજે સવારે ઓપનિંગમાં તો ભાવ વધુ ગગડી ગયા. વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના હાલ શું ભાવ છે તે ખાસ જાણો. 
 

1/5
image

ફેસ્ટિવ સીઝનમાં સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ હાઈવાળી તેજી ચાલુ જોવા મળી રહી હતીં પરંતુ આજે અચાનક ભાવ ગગડવા લાગ્યા. રિટેલ ભાવ ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચ્યા હતા પરંતુ ગઈ કાલે સાંજે ક્લોઝિંગ રેટમાં કડાકો જોવા મળ્યો અને આજે સવારે ઓપનિંગમાં તો ભાવ વધુ ગગડી ગયા. વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના હાલ શું ભાવ છે તે ખાસ જાણો.   

શરાફા બજારમાં ભાવ

2/5
image

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 531 રૂપિયા ગગડીને 78,161 રૂપિયાના સ્તરે પહોંચી ગયુ છે. શુદ્ધ સોનું કાલે 78,692 રૂપિયા પર ક્લોઝ થયું હતું. આમ તેજી પર આજે બ્રેક લાગી છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ આજે સસ્તી થઈ છે. ચાંદી 1,442 રૂપિયા તૂટીને 97,420 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે પહોંચી છે. જે કાલે 98,862 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

કાલે ક્લોઝિંગ રેટમાં ઘટ્યો હતો ભાવ

3/5
image

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના બુધવારના ક્લોઝિંગ રેટ્સમાં ઘટાડો જોવા મળ્યો. જે 11 રૂપિયા ઘટીને 78692 રૂપિયા પર ક્લોઝ થયો. ગઈ કાલે ભારે ઉછાળા સાથે તે 78703 પર ખુલ્યો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ 289 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. ચાંદી તૂટીને 98862 પર ક્લોઝ થઈ હતી. જે સવારે ઉછાળા સાથે 99151 પર ખુલી હતી.   

વાયદા બજારમાં ભાવ

4/5
image

ફેસ્ટિવ સીઝનમાં સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી છે. રિટેલ ભાવ ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચ્યા છે. જો કે વાયદા બજારમાં આજે ગોલ્ડ અને સિલ્વરના ભાવ રેકોર્ડ હાઈથી નીચે જોવા મળ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર ઈન્ટ્રાડે માં 2772 ડોલર પર  રેકોર્ડ બનાવીને સોનું લગભગ 40 ડોલર ગગડી ગયું. ઘરેલુ બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદી પણ તૂટી. આજે ટ્રેડની શરૂઆત જો કે લીલા નિશાનમાં થઈ. MCX પર સોનું 181 રૂપિયાની તેજી સાથે 77,993 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જે કાલે 77,812 પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 577 રૂપિયાની તેજી સાથે 97,537 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 96,960 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

ખાસ નોંધ:

5/5
image

અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી.