અમદાવાદની બે હોસ્પિટલના 17 ડોક્ટરોને TB, સારવાર હેઠળ
SVP હોસ્પિટલને 24 કલાક ધમધમતી રાખવામાં રેસિડેન્ટ ડૉક્ટરોનો સિંહફાળો છે. પરંતુ દિવસરાત દર્દીઓની સારવાર કરતા 17 જેટલા પીજી રેસીડેન્ટ ડોકટરો TB એટલે કે ક્ષયની બીમારીથી પીડાઈ રહ્યા છે.
અતુલ તિવારી, અમદાવાદ: MBBS કરીને ડોકટરની ડિગ્રી મેળવ્યા બાદ મેડીસીન, સર્જરી, પીડિયાટ્રિક, ઓર્થો, ગાયનેક, ઇ.એન.ટી જેવી બ્રાન્ચમાં ઉચ્ચ અભ્યાસ કરતા ડૉક્ટર રેસિડેન્ટ ડોક્ટર કહેવાય છે. SVP હોસ્પિટલને 24 કલાક ધમધમતી રાખવામાં રેસિડેન્ટ ડૉક્ટરોનો સિંહફાળો છે. પરંતુ દિવસરાત દર્દીઓની સારવાર કરતા 17 જેટલા પીજી રેસીડેન્ટ ડોકટરો TB એટલે કે ક્ષયની બીમારીથી પીડાઈ રહ્યા છે.
વધુમાં વાંચો:- RTOના દંડથી વાહન ચાલકો બચ્યાં, HSRP લાગવવાની મુદ્દત લંબાવાઈ
PG એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી રહેલા આ 17 ડોકટરો SVP હોસ્પીટલમાં જુદા જુદા વિભાગમાં અભ્યાસ કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો આ ડોકટરો પીડીયાટ્રીક, મેડીસીન, એનેસ્થેસિયા અને સર્જરી જેવા વિભાગમાં સેવા પણ આપી રહ્યા છે. આ 17માંથી 4 ડોકટરોની વાત કરવામાં આવે તો અત્યંત ગંભીર કહી શકાય એવો TB એટલે કે MDR(Multiple-drug resistant TB) થયો છે. જેની સારવાર 12 થી 18 મહિના ચાલતી હોય છે જેમાં શરુઆતના 2 મહિના માટે રોજ એન્ટી-TB ડ્રગના ઇન્જેકશન લેવાના હોય છે.
વધુમાં વાંચો:- ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત, જાણો સૌથી વધુ અને ઓછું તાપમાન કયા શહેરમાં
ડોકટરોને TB થવા પાછળના કારણોની તપાસ કરતા માલુમ પડ્યું કે, સતત દર્દીઓના સંપર્કમાં રહેવાથી, TBના દર્દીઓ માટે અલાયદા વોર્ડનો સદંતર અભાવ અને સમયની વ્યસ્તતા વચ્ચે પોતાની કાળજીનો અભાવ. તો બીજી તરફ ડૉક્ટર કવાટર્સની કથળેલી હાલત. જો કે 1 મહિના પહેલા જ નવી વિકસિત SVP હોસ્પિટલમાં હાલ તો તેઓને રૂમ ફાળવાયો છે. પરંતુ ત્યાં પણ અવારનવાર પાણી ન આવવાની સમસ્યા સર્જાય છે. તેમજ જમવાની વ્યવસ્થાનો અભાવ છે. ત્યારે હોસ્પિટલ કેમ્પસમાં જમવા માટેની રાત્રી-મેસનો અભાવ.
દમણ નગર પાલિકાના કાઉન્સીલરનો બાઇક પર સ્ટંટનો વીડિયો વાયરલ
કેટકેટલી આશાથી આ 17 ડોકટરોને તેમના માં- બાપે નિષ્ણાત ડૉક્ટર બનવા માટે મોકલ્યા હશે. ત્યારે અભ્યાસ સાથે દર્દીઓની સારવાર કરતા પોતાના સંતાનોને ડોકટરની સાથો-સાથ દર્દી બનેલા જોઈએ માં-બાપ પર શું વીતતી હશે? હવે અહીં એક સવાલ એ થાય છે કે, જે વાડીલાલ હોસ્પિટલમાં ભૂતકાળમાં પણ બીમારીના લીધે રેસિડેન્ટ ડોકટરોનું મૃત્યુ થયેલ છે એ જ હોસ્પિટલમાં એક પછી એક 17 રેસિડેન્ટ ડોકટરોઓને TB થયો શું એ વાતનો તંત્રને ખ્યાલ જ નથી? જો ખ્યાલ છે તો અત્યાર સુધી તંત્ર એ શું પગલાં લીધા? અને જો ખ્યાલ નથી તો શું આ રીપોર્ટ જોયા બાદ SVPના સત્તાધીશો આ ડોકટરો અને તેમની સલામતી માટે જરૂરી પગલા લેશે ખરા?
જુઓ Live TV:-