દમણ નગર પાલિકાના કાઉન્સીલરનો બાઇક પર સ્ટંટનો વીડિયો વાયરલ

દમણ નગર પાલિકાના કાઉન્સીલર ટ્રાફિક નિયમનો છડે ચોક છેદ ઉડાડી રહ્યા છે. મોડી રાત્રે દમણના મુખ્ય માર્ગો પર બાઈક પર સ્ટંટ અને કરતબો કરી અન્ય વાહન ચાલકોની ઝીંદગી સાથે કરી કેટલીક બાઇકર્સ ગેંગના લોકો ચેડા કરી રહ્યા છે. અને ટ્રાફિકના નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરી રહ્યા છે.   

Updated By: May 28, 2019, 10:27 PM IST
દમણ નગર પાલિકાના કાઉન્સીલરનો બાઇક પર સ્ટંટનો વીડિયો વાયરલ

જય પટેલ/દમણ: દમણ નગર પાલિકાના કાઉન્સીલર ટ્રાફિક નિયમનો છડે ચોક છેદ ઉડાડી રહ્યા છે. મોડી રાત્રે દમણના મુખ્ય માર્ગો પર બાઈક પર સ્ટંટ અને કરતબો કરી અન્ય વાહન ચાલકોની ઝીંદગી સાથે કરી કેટલીક બાઇકર્સ ગેંગના લોકો ચેડા કરી રહ્યા છે. અને ટ્રાફિકના નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરી રહ્યા છે. 

અસ્પી દમણિયાનો સ્ટંટ કરતો વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. દમણ નગર પાલિકાના કાઉન્સીલર અસ્પી દમણિયાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જો એક કાઉન્સિલર જ આવી રીતે સ્ટંટ કરતા હોય તો અવરનેશની વાતો કરી રહ્યા છે.

ગોંડલ: વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ

દમણ નગર પાલિકાના કાઉન્સીલર જ ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન કરતો વીડિયો સામે આવતા રાજકારણ ગરમાયું છે. મોડી રાત્રે કાઉન્સિલર દ્વારા આ પ્રકારના રોડ પર સ્ટંટ કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની ઘટના સામે આવતા સ્થાનિકોમાં રોષ દેખાઇ રહ્યો છે.