અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ને 23મો વાર્ષિક ગ્રીનટેક એન્વાયર્નમેન્ટ એવોર્ડ 2023 એનાયત થયો છે. ગ્રીનટેક ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત એવોર્ડ પર્યાવરણીય શ્રેષ્ઠતા કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપવામાં આવ્યો છે. વેસ્ટ રિસાયક્લિંગની પ્રેક્ટિસ, વોટર મેનેજમેન્ટ, ઉર્જા કાર્યક્ષમતા અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડામાં એરપોર્ટના શ્રેષ્ઠ યોગદાનને કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીનટેક એન્વાયર્નમેન્ટ એવોર્ડ એવી અસાધારણ વ્યક્તિઓ, ટીમો, એકમો, પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓને નવાજે છે જેમણે પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. આ એવોર્ડ તેમના સમર્પણ, વ્યાવસાયીકરણ અને ઇકોસિસ્ટમ પર સકારાત્મક અસર કરતી પરિણામલક્ષી પહેલોને નવાજે છે.


આ પણ વાંચોઃ મોરવા હડફના MLA નિમિષા સુથાર થયા ભાવુક, કાર્યકરોની લાગણી જોઇને આંખોમાં આંસુ આવ્યા 


જમ્મુ-કાશ્મીરમાં 24મી નવેમ્બર 2023ના રોજ આયોજિત એવોર્ડ સમારંભમાં SVPI એરપોર્ટને આ પ્રતિષ્ઠિત પર્યાવરણીય શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ માન્યતા SVPI એરપોર્ટની ઓપરેશનલ ધોરણોને ઉન્નત કરવા, ટકાઉપણું વધારવા તેમજ પર્યાવરણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે.


પર્યાવરણીય શ્રેષ્ઠતા પ્રત્યેના ઉચ્ચ સમર્પણને પ્રકાશિત કરતી આ સિદ્ધિ માટે SVPI એરપોર્ટ ખૂબ જ ગર્વ અનુભવે છે. આ માન્યતા એરપોર્ટને સતત સુધારણા માટે પ્રયત્નશીલ રહેવા, શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા અને વધુ ટકાઉ ઉડ્ડયન યોગદાન આપતી નવીન વ્યૂહરચનાઓનો અમલમાં કરવા પ્રેરિત કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube