ઝી બ્યુરો/રાજકોટ: સાળંગપુરનો વિવાદ હજું શમ્યો નથી, ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવને લઇને ફરી વિવાદ સર્જ્યો છે. રાજકોટમાં એક એવી ઘટના બની કે ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં આવ્યો છે. કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં બાલાજી મંદિરના સ્વામીએ વિવાદ સર્જ્યો છે. ગજાનંદ ધામ મંડળને ગણેશ ઉત્સવ ન યોજવા દબાણ કરવામાં આવ્યું છે. ગજાનંદ ધામ મંડળ દ્વારા ગ્રાઉન્ડનું ભાડું ભર્યું હોવા છતાં આયોજન ન કરવા દેવા દબાણ કરવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેશે! બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ આ વિસ્તારોને તરબોળ કરશે


મહત્વનું છે કે ગઈકાલે (ગુરુવાર) તૈયાર કરેલું સ્ટેજ વિવેક સાગર સ્વામીના ચાર માણસોએ તોડી પાડ્યું હતું, જેના કારણે આ વિવાદ ઉભો થયો છે. જેમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. આજે 11 વાગ્યે ગજાનંદ ધામ મંડળ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી. બાલાજી મંદિરનું ગેરકાયદેસર બાંધકામને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. આ સાથે જ સાળંગપુર મંદિર વિવાદ હજુ સમ્યો નથી ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ ગણેશ મહોત્સવ ન કરવા દઈ નવો જ વિવાદ સર્જ્યો છે.


કોણ છે ગુજરાતની શાંતિના દુશ્મન?ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારો,સ્થિતિ તંગ


ઉલ્લેખનિય છે કે, ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અહીં બાલાજી મંદિરના ગ્રાઉન્ડમાં ગજાનંદ ધામ મંડળ દ્રારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે સ્વામીનારાયણ સંપ્રદાયના વિવેક સાગર સ્વામીએ આ જગ્યા માટે ગજાનંદ ધામ મંડળ દ્વારા આયોજન ન કરવા માટે દબાણ કર્યું છે. ગ્રાઉન્ડનું ભાડું ભર્યું છતાં આયોજન ન કરવા દેવા દબાણ કરવામાં આવી રહ્યું છે. 


લવ બોમ્બિંગ શું છે? નવા લવરો ખાસ જાણી લેજો આ હકીકત, નહિ તો આવશે પસ્તાવાનો વારો


આટલું જ નહિ, વિવેક સાગર સ્વામીના માણસોએ આ સ્ટેજ તોડી પાડ્યું હતું. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, અહીં બાલાજી મંદિરનું ગેરકાયદેસર બાંધકામને લઈને પણ એક વિવાદ ચાલી રહ્યો છે.


દરિયામાં ડૂબેલી દ્વારકા નગરી શોધવા ગયેલા લોકોને શું મળ્યું, નરી આંખે જોયો હતો ખજાનો