રવિ અગ્રવાલ, વડોદરાઃ જ્યારથી ઓટીટી પ્લેટફોર્મ પર તાંડવ (Tandav) વેબ સીરિઝ રિલીઝ થઈ છે ત્યારથી સતત વિવાદ ચાલી રહ્યો છે. તાંડવ વેબ સીરિઝ પર હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લાગી રહ્યો છે. તાંડવના મેકર્સ અને કલાકારો પર દેશભરમાં અનેક જગ્યાએ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તો હવે વડોદરામાં પણ ભવાની સેનાના પ્રમુખે તાંડવ વેબ સીરિઝ વિરુદ્ધ કોર્ટમાં કેસ ફરિયાદ નોંધાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં તાંડવ વિરુદ્ધ ફરિયાદ
અખિલ ભારતીય જય ભવાની સેનાના પ્રમુખ રત્નવિજયસિંહ ચૌહાણ તાંડવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં કહ્યું કે, આ વેબ સીરિઝથી ધાર્મિક લાગણી દુભાવવામાં આવી છે. તથા સમાજમાં વૈમનસ્ય ઉભુ થાય તેવા ડાયગોલ દર્શાવવામાં આવ્યા છે. તો ભારતના પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીની છબી ખરડાઈ તેવા ડાયલોગ પણ છે. 


આ પણ વાંચોઃ લિફ્ટનાં બહાને વૃદ્ધા પર દુષ્કર્મનો પ્રયાસ કરનારને કોર્ટે એવી સજા ફટકારી કે...


તેમણે સિરીઝના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર, પ્રોડ્યુસર હિમાંશુ મેહરા, લેખક ગૌરવ સોલંકી, નેટફ્લિક્ષ એટત્તેમેન્ટ સર્વિસીસ ઇન્ડિયા સંસ્થા સિરીઝ પ્રસારિત કરનાર સામે ફરિયાદ નોંધાવી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube