Ahmedabad Accident આશ્કા જાની/અમદાવાદ : તથ્ય પટેલની જામીન અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. સરકાર તરફથી રજુ કરી દેવામાં આવ્યું છે એફિડેવિટ જ્યારે અન્ય પીડિતોના વકીલો દ્વારા પણ વિરોધ કરતી અરજી  રજૂ કરી દેવામાં આવી છે. મિરજાપુર ગ્રામ્ય કોર્ટમાં ચાલેલી સુનવણીમાં તથ્યના વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી. તથ્યના વકીલે કોર્ટમાં કહ્યું કે, પોલીસે આ કેસમાં પહેલેથી જ એકતરફી તપાસ કરી છે. તથ્યના માતા નીલમ પટેલ પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી દરમિયાન તથ્યના વકીલ નિસાર વૈદ્યે વિસ્મય શાહ અને સલમાન ખાનના કેસનો ઉલ્લેખ કર્યો હતો.  નિસાર વૈદ્યએ દલીલ કરતા જણાવ્યું હતું કે, તથ્યનો કોઈને મારવાનો હેતુ નહોતો, ગુનાહિત મનુષ્યવધની કલમ તથ્ય પર લાગુ પડે નહીં. નિસાર વૈદ્યે સલમાન ખાનના કેસનો પણ કોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો. તથ્યની ગાડી પુર ઝડપે હતી અને બેદરકારી પૂર્વક ચલાવી છે તેવો ચાર્જશીટમાં ઉલ્લેખ છે. તથ્યએ કરેલા અકસ્માત પહેલા થાર ગાડીનો ડમ્પ સાથે અકસ્માત થયો હતો, ત્યાં કોઈ ઘાયલ નથી કોઈ હાજર નથી તો કોને બચાવવા લોકો ભેગા થયા હતા? પોલીસ આ કેસમાં એક બાઈક ચાલકના કેમેરાના આધારે તપાસ કરે છે. પરંતું 141 ની સ્પીડે તથ્યની ગાડી હતી તેના માટે તપાસ અધિકારી પાસે કોઈ ટેકનોલોજી કે પુરાવા નથી. વીડિયોના આધારે fsl નો રિપોર્ટ આવ્યો છે. 


કફન વીંટાળેલો દીકરો પાછો આવવાનો હોય તો ડોલરનો મોહ કેમ, આ મોહ સંતાનોને ગળી રહ્યો છે


તથ્યના વકીલે કોર્ટમાં દલીલ કરતા કહ્યું કે, અકસ્માતની ઘટનામાં બે પક્ષની બેદરકારી છે તે હું કોર્ટને બતાવવા માંગુ છું. પોલીસ કર્મચારીઓ આ ઘટનામાં મર્યા છે તેની પાછળ પોલીસની બેદરકારી જ છે. પહેલુ એ કે, ડાયવર્ઝન આપવામાં કેમ ન આવ્યું. તપાસ એજન્સી પોતાની બેદરકારી છુપાવવા માટે એકતરફી તપાસ કરે છે. તપાસ ચાલુ હોય તો તથ્યની ગાડી બ્રિજ ઉપર ગઈ કેમની?? 279 ની કલમ...બધુ આવી જાય છે 304 લગાવવાની જરૂર નથી. તથ્ય ગાડી લઈ આવ્યો હતો તે મરનાર કોઈને ઓળખતો જ નથી માટે ઈરાદા પૂર્વક નથી કર્યું. તેનો કોઈ ઈરાદો નહતો, પણ બેદરકારી છે. તથ્ય પટેલની ગુનાહિત માનસિકતા પણ નથી. દુનિયાનો એવો કયો બાપ છે કે પુત્રનો અકસ્માત થયો તેવું સાંભળી બચાવવા ન જાય. તેમના પિતાને પણ આરોપી લીધા છે. ત્યાં પબ્લિકે માર માર્યો છે. આજ દિન સુધી અમારી ફરિયાદ નથી લીધી. તથ્ય આરોપી છે, પરંતું તેના કાયદાકીય અધિકારો છે. તપાસ એજન્સીએ આરોપી તથ્યને ગુનેગાર માની તપાસ કરી છે. 


સરકારનું દેવાળું ફૂંકવા બેસ્યા સરકારી બાબુઓ, ઓફિસોમાં સાહેબો વગર લાઈટ-પંખા ચાલુ


 


મેડમ જવાબ આપો... ટોળુ વળતા જ સુરતના મેયર બાઈક પર બેસીને ભાગી ગયા


તથ્યના જામીન માટે દલીલ કરી રહેલા તથ્ય ના વકીલ એ સલમાન ખાને સર્જેલા અકસ્માત નો પણ ઉલ્લેખ કર્યો. તથ્યના વકીલે કહ્યું કે, મીડિયાને કારણે ગુનાની ગંભીરતા ઉભી કરવામાં આવી છે. આ માત્ર અકસ્માત છે. જામીન મેળવવાનો વ્યક્તિગત અધિકાર છે. પોલીસ ગમેતેમ કલમો લગાવી આવી છે. વિસ્મય શાહનું જજમેન્ટ મુકવામાં આવ્યું છે. પોલીસે લગાવેલી કલમો ખોટી છે. બાયડ્સ રહીને કલમો લગાવી છે. શું તથ્ય જેલમાં રહેશે તો શું અકસ્માત નહી થાય ?? જામીન મળશે તો ભાગી નહિ જાય. તેઓ તમામ શરતોનું પાલન કરશે. 


આને સ્વર્ગ કહેશો કે સ્વિત્ઝર્લેન્ડ, વિશ્વાસ નહિ થાય કે આ ગુજરાતનું જ એક સુંદર સ્થળ છે