• ચક્રવાતના પ્રભાવ અને વરસાદથી થયેલા નુકશાનને સુધારવા વડોદરાની ક્વિક રિસ્પોન્સ ટીમોના કર્મયોગીઓએ અથાગ પ્રયાસ કર્યો

  • નુકસાન થયેલ કુલ 85 વીજળીના થાંભલા પૈકી 59 વીજળીના થાંભલા સમારકામ કરી ઉભા કરવામાં આવ્યા


રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા શહેર અને જિલ્લામાં તૌકતે ત્રાટક્યું ન હતું, પણ એની અસરના રૂપમાં ચક્રવાતી વેગીલા પવનો સાથે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. તેના પરિણામે વૃક્ષો તૂટી પડવા, કાચા મકાનો અને ઝુંપડાને નુકસાન થયુ હતું. તેમજ વીજ લાઇનો અને પ્રસ્થાપનોને નુકશાનની ઘટનાઓ બની હતી. તકેદારી રૂપે જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગોના નિયંત્રણ ટીમો ગઈકાલની સતત ત્રીજી રાત્રિએ એલર્ટ મોડ પર રહી છે. ખાસ કરીને એમ.જી.વી.સી.એલ, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગની
ક્વિક રિસ્પોન્સ ટીમો તેમજ પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ પૂર્વવત કરવા અથાગ મહેનત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ગુજરાતના આ જિલ્લા પરથી ચૂપચાપ ચાલ્યુ ગયુ વાવાઝોડું, કોઈ અસર ન થઈ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પડી ગયેલા 85 થાંભલામાંથી 59ને ફરી ઉભા કરાયા 
વડોદરામાં વાવાઝોડાના કારણે મોટું નુકશાન પણ થયું. જેમાં નુકસાન થયેલ કુલ 85 વીજળીના થાંભલા પૈકી 59 વીજળીના થાંભલા સમારકામ કરી ઉભા કરવામાં આવ્યા છે. શહેરમાં પડી ગયેલ વૃક્ષોની સંખ્યા કુલ 163 હતી. જેને હટાવવાની કામગીરી ખાસ કરીને વન અને માર્ગ મકાન વિભાગની ટીમોએ કરી અને અવરોધો હટાવી સ્થિતિ પૂર્વવત કરી છે. એમજીવીસીએલની ટીમોએ વીજ લાઇનો પર પડેલા વૃક્ષો અને ડાળીઓ હટાવી પુરવઠો ચાલુ કર્યો. સાથે જ બંધ થયેલ કુલ ૧૩ રસ્તા પૈકી તમામ રસ્તાઓને તુરંત જ ખોલી વાહન વ્યવહારને યોગ્ય બનાવવામાં આવ્યા. તો 195 ગામ અને સોસાયટીઓમાં વીજ પુરવઠો બંધ થયો હતો, તે પૈકી 82 સ્થળોએ વીજ પુરવઠો પુન: ચાલુ કરવામાં આવ્યો.


આ પણ વાંચો : ​તૌકતે વાવાઝોડાથી ગુજરાતમાં મૃત્યુઆંક વધ્યો, 45 લોકોનો જીવ લીધો


વીજ પુરવઠો પૂર્વવત કરાયો 
વડોદરા શહેરમાં કુલ 21 ફીડરમાંથી 13 ફીડરમાં ઈલેકટ્રીસિટી રીસ્ટોર કરી દેવામાં આવી અને ૯ કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો. 8 થાંભલા પૈકી 4 થાંભલા પૂન: સ્થાપિત કરવામાં આવ્યા. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કુલ 96 ફીડરમાંથી 24 ફીડરમાં ઈલેકટ્રીસીટી રીસ્ટોર કરી દેવામાં આવી અને તે પૈકી 11 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો. 78 થાંભલા પૈકી 27 થાંભલા પૂન: સ્થાપિત કરવામાં આવ્યા. જ્યારે વાવાઝોડાના કારણે શહેર જિલ્લામાં કુલ 11 કાચા મકાનો અને ઝૂપડા પણ તૂટી પડ્યા છે.


આ પણ વાંચો : સાપ ગયો ને લિસોટા રહી ગયા, ગુજરાતના 4591 ગામોમાં વાવાઝોડા બાદ પણ અંધારપટ 


વાવાઝોડા બાદ વડોદરામાં જનજીવન સામાન્ય બન્યુ 
મહત્વની વાત છે કે તૌકતે વાવાઝોડા વડોદરા શહેર જિલ્લામાં પૂર્ણ રીતે નથી ત્રાટક્યું. માત્ર તેની અસર થઈ છતાં પણ ઠેર ઠેર ઝાડ પડી ગયા અને વીજળી ડૂલ થઈ જવાના કિસ્સા બન્યા હતા. ત્યારે આજે વડોદરામાં સ્થિતિ ફરીથી સામાન્ય થઈ છે.