• વાવાઝોડાને કારણે જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકિનારા પર આવેલા ચાર તાલુકા એવા વલસાડ, પારડી, વાપી અને ઉંમરગામ તાલુકા સૌથી વધુ અસરગ્રસ્ત હતા

  • જિલ્લામાં હજુ પણ ખેતી અને બાગાયતના પાકોને થયેલા નુકસાનનું સર્વે ચાલી રહ્યું છે. તેમાં મોટા નુકસાનીના આંકડાઓ બહાર આવે તેવી શક્યતા


ઊમેશ પટેલ/વલસાડ :તૌકતે વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લામાં દરિયા કિનારા અને છેવાડા વિસ્તારમાં વ્યાપક નુકશાન થયું હતું. જોકે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં વાવાઝોડાને કારણે નુકસાની પેટે રૂપિયા 25 લાખથી વધુની સહાય અસરગ્રત પરિવારોના બેંકના એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવી છે. જોકે જિલ્લામાં હજુ પણ ખેતી અને
બાગાયતના પાકોને થયેલા નુકસાનનું સર્વે ચાલી રહ્યું છે. તેમાં મોટા નુકસાનીના આંકડાઓ બહાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગોપીનાથજી મંદિરનું રાજકારણ ગરમાયું, બે સ્વામીને બે વર્ષ માટે કરાયા તડીપાર 


દક્ષિણ ગુજરાતના 6 તાલુકામાં સૌથી વધુ નુકસાન 
વાવાઝોડાને કારણે જિલ્લાના 70 કિલોમીટરના દરિયાકિનારા પર આવેલા ચાર તાલુકા એવા વલસાડ, પારડી, વાપી અને ઉંમરગામ તાલુકા સૌથી વધુ અસરગ્રસ્ત હતા. આ ઉપરાંત ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડાને કારણે અનેક વિસ્તારોમાં કાચા મકાનોને નુકસાન થયું હતુ. અહીં કાચા મકાનોના છાપરા ઉડી ગયા હતા. આ આફતને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. 


આ પણ વાંચો : પંચમહાલના ભોળા દર્દીઓને લૂંટતા બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, 5 દિવસમાં 6 પકડાયા


ખેતી અને બાગાયતનો નુકસાનીનો આંકડો મોટો 
જોકે વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડાની અસર પૂરી થયા બાદ તાત્કાલિક નુકસાન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લાના તમામ છ તાલુકામાં વહીવટીતંત્રની ટીમોએ નુકસાનીનો સરવે કર્યો હતો. જેમાં જિલ્લામાં 450 થી વધુ કાચા મકાનોને ઘરવખરી સહિતનું  નુકસાન થયું હતું. જેનો સરવે કરી સરકારની યોજના અને ધારાધોરણ મુજબ વલસાડ જિલ્લામાં 450 થી વધુ લાભાર્થીઓને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યુ છે. જોકે જિલ્લામાં હજુ પણ ખેતી અને બાગાયતના પાકોને થયેલા નુકસાનનું સર્વે ચાલી રહ્યું છે. તેમાં મોટા નુકસાનીના આંકડાઓ બહાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.