વડોદરામાં આજથી લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવાશે, નિયમ ભંગ કરનાર વાહનચાલકો પાસેથી દંડ વસૂલાશે
લોકડાઉન (Lockdown 4) માં છૂટછાટ મળ્યા બાદ વડોદરામાં મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. ઠેરઠેર લોકો ફરતા જોવા મળ્યા. ત્યારે વડોદરા (vadodara) માં આજથી પોલીસ લોકડાઉનનું
રવિ અગ્રવાલ/વડોદરા :લોકડાઉન (Lockdown 4) માં છૂટછાટ મળ્યા બાદ વડોદરામાં મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. ઠેરઠેર લોકો ફરતા જોવા મળ્યા. ત્યારે વડોદરા (vadodara) માં આજથી પોલીસ લોકડાઉનનું
કડકાઈથી પાલન કરાવશે. કારમાં 3 થી વધુ, ટુ વ્હીલર પર ડબલ સવારી સામે આજથી એક્શન લેવામા આવશે. છૂટછાટ મળ્યાના બે દિવસ વડોદરા પોલીસે શહેરનું ઓબ્ઝર્વેશન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો નિયમોનો ભઁગ કરતા જોવા મળ્યા હતા. આજથી લોકડાઉનના નિયમોનો ભંગ કરનારા ટુ વ્હીલર ચાલક પાસેથી 500 અને કારચાલક પાસેથી 1000 નો દંડ વસૂલાશેય
વડોદરામાં આજથી કોર્પોરેશન અને વડોદરા પોલીસની સયુંકત કામગીરી શરૂ થશે. જેમાં શરૂ થયેલી ચાની લારીઓને આજથી પાલિકા ઉઠાવશે. પોલીસનો બંદોબસ્ત સાથે રહેશે. ફરસાણ અને નાસ્તાની દુકાનો પણ બંધ કરાવવામાં આવશે. લોકડાઉન 4 માં છૂટછાટ ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છૂટછાટને કારણે પહેલા જ દિવસે વડોદરામાં ચાની લારીઓ તથા ફરસાણની દુકાનો ખૂલી ગઈ હતી.
આજથી ચાની લારીઓ બંધ
વડોદરામાં આજથી ચાની કીટલી ફરી બંધ થશે. ખાદ્ય સામગ્રીની દુકાનો પણ બંધ થશે. વડોદરા પાલિકાએ લોકોને બંધ રાખવાનો આદેશ કર્યો છે. લોકડાઉન 4માં ચાની કીટલી ખુલ્લી રાખવા માટે છૂટછાટ ન હોવાનું પાલિકાએ જણાવ્યું છે. તેમજ આ અંગે પાલિકાએ પ્રેસ નોટ બહાર પાડી સ્પષ્ટતા કરી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં આજે કોરોનાના કારણે વધુ 4 દર્દીઓના મોત નિપજ્યાં છે. જીઆઈડીસીમાં કારખાના માલિક, રીક્ષા ડ્રાઈવર, એક વૃદ્ધ અને વૃદ્ધાનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. જેમાં જાવેદભાઈ, સૈયદ સોકતઅલી, મરિયમ બીબી, અહમદશા સાલેરીનું કોરોનાથી મૃત્યુ થયું છે. જોકે, મહાનગર પાલિકાએ મેડિકલ બુલેટિનમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર