બુરહાન પઠાણ/આણંદ: આણંદ જિલ્લાનાં બોરસદ શહેરમાં પામોલ રોડ પર આવેલી ઈશ્વરકૃપા પ્રાથમિક શાળામાં ગત માર્ચ 2024માં ધો.5માં અભ્યાસ કરતી બાળકીને શિક્ષિકા દ્વારા નજીવી બાબતે બેફામ માર મારી બરડામાં મુક્કાઓનો વરસાદ વરસાવતા બાળકીને બરડામાં લાલ સોળ ઉપસી આવવાની ઘટનાને લઈને આ અંગે વાલી દ્વારા શિક્ષિકા વિરૂદ્ધ બોરસદ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જે કેસ બોરસદનાં એડીશ્નલ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટએ શિક્ષિકાને એક વર્ષની સખ્ત કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રીતે વિદ્યાર્થીને માર મારવાનાં ગુનામાં શિક્ષકને સજા થઈ હોય તેવો કદાચ પ્રથમ કેસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં થશે 5 ઈંચ સુધી વરસાદ, આ વિસ્તારો માટે છે મોટો ખતરો


બોરસદ શહેરમાં પામોલ રોડ પર નારાયણ નગરમાં રહેતી બાળા નજીકમાં આવેલી સરકારી શાળા ઈશ્વરકૃપા પ્રાથમિક શાળામાં ધો.5માં અભ્યાસ કરતી હતી. ગત માર્ચ 2024 નાં રોજ બાળકીને શાળામાં ફકરો વાંચન કરવા આપતા બાળકીની ફકરા વાંચનમાં ભુલ પડતા શિક્ષિકાએ બાળકીને બરડામાં મુક્કાઓ માર્યા હતા જેથી બાળકીને બરડામાં લાલચોળ સોળ ઉપસી આવ્યા હતા. જો કે બાળકીને શિક્ષિકાની બીકને લઈને આ વાત ધરે વાલીને કહી ન હતી. 


ગુજરાતમા OBC અનામત મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે PM મોદીને પત્ર લખીને કર્યો મોટો ધડાકો


બીજા દિવસે શાળામાં જતી વખતે બાળકીએ પોતાને બરડામાં દુખાવો થતો હોઈ શાળામાં જવાની ના પાડતા બાળકીની માતાએ બાળકીનાં બરડામાં તપાસ કરતા બરડામાં લાલચોળ સોળ જોઈ બાળકીની માતા ચોંકી ઉઠી હતી અને તેઓએ બાળકીની વધુ પુછપરછ કરતા તેણીને શાળામાં શિક્ષિકા સંગીતાબેનએ મુક્કાઓ માર્યા હોવાનું તેમજ વાળ ખેંચી માર માર્યો હોવાનું જણાવતા બાળકીનાં વાલીઓ દ્વારા આ અંગે શાળાનાં આચાર્યને રજુઆત કર્યા બાદ બાળકીની જનરલ હોસ્પીટલમાં સારવાર કરાવ્યા બાદ બોરસદ ટાઉન પોલીસ મથકમાં શિક્ષિકા સંગીતાબેન દિલિપભાઈ પઢીયાર રહે.મૂળ કોઠીયાખાડ હાલ રહે. ભકિતનંદન સોસાયટી, 100 ફુટ રોડ આણંદ વિરૂદ્ધ ફરીયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપી શિક્ષિકાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.


શેર બજાર છોડો! કરોડપતિ બનવું હોય તો આ સ્કીમમાં લગાવો પૈસા, સરકાર પોતે લેશે ગેરંટી! 


આ કેસ બોરસદની એડિશનલ ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા જેમાં સરકારી વકીલ સેજલબેન એ. દવે ધારદાર દલીલો સાથે ૧૦ મૌખીક અને દસ્તાવેજી પુરાવાઓ અને સાક્ષીઓ રજૂ કરતાં કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને બાળકીને મારનાર શિક્ષિકા સંગીતાબેન દિલીપભાઈ પઢીયારને જયુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૬ ની કલમ ૭૫ ના ગુનામાં કસુરવાર ઠેરવીને એક વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ બે માસની સાદી કેદની સજા નો હુકમ કર્યો છે.


ચુકાદો આપતા નામદાર કોર્ટે ટાંક્યું હતું કે, ધોરણ 5 સુધીમાં બાળકી વાંચી શકે તેવી કોઈ પણ દરકાર કરવામાં આવી નથી. જે શાળા છે તેમાં મોટા ભાગે ગરીબ બાળકો ભણવા આવતા હોય છે. વાલીઓ પણ બાળકો શાળામાં સારી રીતે ભણે તેવા આશયથી બાળકને શાળામાં મોકલતા હોય છે. આરોપી શિક્ષિકાબેનનું કૃત્ય જોવામાં આવે તો પાંચમાં ધોરણમાં ભણતી બાળકીને વાંચતા આવડતું નથી તે બાબતની કોઈ જવાબદારી સ્વીકારી નથી અને વાંચતા નથી આવડતું તેમ જણાવી માર માર્યો છે. આમ, શિક્ષિકાબેને પોતાની ફરજ યોગ્ય રીતે ન બજાવી બાળકીને યોગ્ય રીતે અભ્યાસ ન કરાવી વાંચવાનું કહેતા ન આવડે તે સ્વાભાવિક છે. 


'લોહાણા સમાજ' દ્વારા રવિવારે મહાસંમેલન, ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રઘુવંશીઓ ઉમટશે...


શિક્ષક ધારે તો રીશેષના સમયે કે શાળા સમય બાદ પણ તેને રોકીને ભણાવી શક્યા હોત. પરંતુ શિક્ષકો પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે અને બાળકોને નથી આવડતું તેમ જણાવી માર મારે છે. સમાજમાં હાલમાં આ પ્રકારના કિસ્સા ખૂબ જોવા મળે છે ત્યારે રક્ષક જ ભક્ષક હોય તેવી અનુભુતિ થાય છે. શિક્ષિકાબેનને માત્ર ઠપકો આપી છોડી દેવામાં આવે તો સમાજમાં ખૂબ જ ખરાબ મેસેજ જાય અને શિક્ષકોમાંથી બાળકોને માર મારવાનો ભય નીકળી જાય.