'લોહાણા સમાજ' દ્વારા રવિવારે મહાસંમેલન, સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રઘુવંશીઓ ઉમટશે...

સંમેલન પહેલા એક અખિલ ગુજરાતની લોહાણા સમાજની એક જનરલ સભા યોજાશે. મુદ્દાઓ વાઇઝ ચર્ચા થશે અને ત્યારબાદ નવા પ્રમુખની વરણી થશે. સાથે જ સમાજને કઇ રીતે આગળ લઈ જેવો અને એક તાંતણે કઈ રીતે બાંધવો તેની ચર્ચા થશે.

'લોહાણા સમાજ' દ્વારા રવિવારે મહાસંમેલન, સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં રઘુવંશીઓ ઉમટશે...

ઝી બ્યુરો/બોટાદ: અખિલ ગુજરાત લોહાણા સમાજનું આગામી 29 સપ્ટેમ્બરના રોજ વીરપુર જલારામ ખાતે એક મહાસંમેલનનું યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલન ક્યાં કારણસર યોજાય રહ્યું છે તે અંગે અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતુભાઇ લાલે આજે એક પત્રકાર પરિષદે યોજીને વિગતવાર માહિતી આપી હતી.

મહાસંમેલની રૂપરેખા આપતા જીતુભાઈએ જણાવ્યું હતું કે, સંમેલન પહેલા એક અખિલ ગુજરાતની લોહાણા સમાજની એક જનરલ સભા યોજાશે. મુદ્દાઓ વાઇઝ ચર્ચા થશે અને ત્યારબાદ નવા પ્રમુખની વરણી થશે. સાથે જ સમાજને કઇ રીતે આગળ લઈ જેવો અને એક તાંતણે કઈ રીતે બાંધવો તેની ચર્ચા થશે. વિશ્વની સંસ્થાઓ સાથે મળી સમાજ કામ કરે તેના માટેના પ્રયાસો કરશે. 

તેમણે ઉમેર્યું હતું કે, સાથે સમગ્ર ભારતમાં ક્યાંય પણ લોહાણા સમાજ વસતો હોય તેનું મૂળ ગુજરાત જ હોય. આવા સમાજનું પ્રતિનિધિત્વ માટે યુવાનોનું એક મજબૂત સંગઠન હોવું જોઈએ. જેમાં સમાજના લોકોને પડતી મુશ્કેલીઓને સાંભળી શકે તેનું નિવારણ લાવી શકે. 

આ સંમેલનમાં સમગ્ર ગુજરાતભરમાંથી હજારો રઘુવંશી એકઠા થવાના છે અને આ પ્રકારનું આટલું વિશાળ સંમેલન લોહાણા સમાજ પહેલીવાર યોજવા જઈ રહ્યું છે. જેમાં સમાજના રાજકીય, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના આગેવાન ઉપસ્થિત રહી સમાજને માર્ગદર્શન પૂરું પાડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news