સોમનાથમાં CM રૂપાણીનું હેલિકોપ્ટર બગડ્યું, બિસ્માર રોડ પરથી નીકળીને કાફલો પોરબંદર એરપોર્ટ પહોંચ્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પોતાના પરિવાર સાથે સોમનાથ જ્યોર્તિલંગના દર્શન કર્યા હતા. તેઓએ આજે સવારે દર્શન પૂજન કરીને ગુજરાત સહિત સમગ્ર વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી હતી. પરંતુ સોમનાથ દર્શનાર્થે આવેલા મુખ્યમંત્રીના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઇ હતી. જેથી તેઓએ પોરબંદર બાય રોડ પહોંચીને પોરબંદર એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થયા હતા.
ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પોતાના પરિવાર સાથે સોમનાથ જ્યોર્તિલંગના દર્શન કર્યા હતા. તેઓએ આજે સવારે દર્શન પૂજન કરીને ગુજરાત સહિત સમગ્ર વિશ્વને કોરોના મહામારીમાંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી હતી. પરંતુ સોમનાથ દર્શનાર્થે આવેલા મુખ્યમંત્રીના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઇ હતી. જેથી તેઓએ પોરબંદર બાય રોડ પહોંચીને પોરબંદર એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થયા હતા.
સુરત : મંત્રી કુમાર કાનાણીના પુત્રએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું, ‘365 દિવસ ડ્યુટીમા ઉભી રાખવીશ’
હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા મુખ્યમંત્રીના કાફલાએ પોરબંદર સુધીથી બાય રોડ જવાનું નક્કી કર્યું હતું. જોકે, થોડી મરામત કર્યા બાદ હેલિકોપ્ટર રિપેર થયું હતું. પરંતુ બાદમાં ફરીથી ખામી સર્જાતા તેઓ કેશોદ અને દિવ સુધી બિસ્માર રસ્તેથી તેઓ પોરબંદર જવા નીકળ્યા હતા. સોમનાથથી પોરબંદર રોડ માર્ગે માણાવદર શહેરમાંથી કાફલો થઈને પોરબંદર એરપોર્ટ પહોંચ્યો હતો.
‘સુતરેજા લાખો રૂપિયા સાથે અમદાવાદ આવે છે...’ 5 લાખ સાથે પકડાયા GPCBનાં કલાસ-1 ઓફિસર
દર્શન કર્યાં બાદ તેઓએ કહ્યું કે, લોકડાઉન બાદ ભગવાન સોમનાથ દાદાના ચરણમાં શિશ ઝૂકવવાની તેમની ઈચ્છા આજે પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ધજાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી સાથે પત્ની અંજલી રૂપાણી તેમજ મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અધ્યક્ષ ધનસુખ ભાઈ ભંડેરી, સંસદ સભ્ય રાજેશ ચુડાસમા તથા પૂર્વ મંત્રી જશાભાઇ તેમજ નીતિન ભારદ્વાજ સહિતના અગ્રણીઓ પણ દર્શનમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ પૂર્વે ગઇકાલે સાંજે સોમનાથમાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક યોજી ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિની જાણકારી મેળવી હતી. નિયંત્રણ માટેના ઉપાયો સઘન સર્વેલનસ વગેરેની સૂચનાઓ આપી હતી અને તાજેતરની વરસાદી સ્થિતિની પણ સમીક્ષા હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર