ધવલ પરીખ/નવસારી: ઓછા સમયમાં વધુ રૂપિયા બનાવવાની યુવાનોની લાલચ તેમને અવળા રસ્તે પહોંચાડી છે. આવું જ કઈ નવસારીના તલાવચોરા ગામે બન્યુ છે. તલાવચોરાના યુવાને રાતોરાત રૂપિયા બનાવી લેવા હતા અને એણે સરળ રસ્તો શોધી કાઢ્યો. ઘરે જ કલર પ્રિન્ટર ઉપર 200 અને 100 રૂપિયાના દરની નકલી ચલણી નોટો બનાવી તેના ઉપયોગની ફિરાકમાં હતો. પરંતુ બજારમાં નકલી ચલણી નોટ વટાવવા જાય એ પૂર્વે જ નવસારી SOG પોલીસે તેને પકડી પાડી જેલના સળીયા ગણતો કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ગ-3ની ભરતીને લઈ મોટા સમાચાર; ગુજરાત સરકારે નિયમોમાં કર્યા ફેરફાર, જાણો નવા નિયમ


મહેનત વગર રૂપિયા કમાવવા સરળ નહીં, પણ મુશ્કેલ છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકાના તલાવચોરા ગામે રહેતા અને કાપડનો વ્યવસાય કરતા તેજસ સુરેશ ચૌહાણ પણ મહેનત વગર રાતોરાત રૂપિયાવાળો થવાના સપના જોતો હતો. જેમાં તેણે ઘરે જ રૂપિયા છાપવાનો શાતીર વિચાર ઉઠતા, ઓછા રોકાણે ભારતીય ચલણી નોટ છાપવાનું શરૂ કર્યુ હતું. 


2024ની ચૂંટણી પહેલા ખુશખબર! 10 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ


તેજસે ભારતીય ચલણની 200 અને 100 રૂપિયાના દરની ચલણી નોટો છાપવા માટે સ્કેનર સાથેનું કલર પ્રિન્ટર લીધુ હતું. જેના ઉપર તેજસે ચલણી નોટને સ્કેન કર્યા બાદ ચલણી નોટના કાગળને મળતો જ કાગળ વાપરી તેની કલર પ્રિન્ટ કાઢી હતી. અસલ ચલણી નોટ જેવી દેખાય એ રીતે જ નોટ કાપતો હતો. 


કેટલો ખતરનાક છે JN.1 Variant, કોવિડના નવા વેરિયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં કેમ?


તેજસની રાતોરાત લખપતિ બનવાનું સપનું કોઇકે લીક કરી નાખ્યું અને તેની જાણ નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસને થતા ગત રોજ તલાવચોરા ગામે તેજસના ઘરે છાપો મારી, 200 ના દરની 56 અને 100 ના દરની 6 નોટ મળીને કુલ 62 નોટ મળીને 11,800 રૂપિયાની નકલી ચલણી નોટો સાથે તેજસ પટેલને રંગે હાથ પકડી પાડ્યો હતો. સાથે જ પોલીસે ઘટના સ્થળેથી સ્કેનર સાથેનું કલર પ્રિન્ટર, A/4 સાઈઝના પેપર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે આરોપી તેજસને ચીખલી કોર્ટ સમક્ષ રજૂ કરી 6 દિવસનાં પોલીસ રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.