Ambalal Patel Cyclone Alert Prediction : જો ગરબા રમવામાં તમને વરસાદની ચિંતા સતાવતી હોય તો હવે ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે, આગામી સમયને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે વાતાવરણના લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા લગભગ નહિવત છે. ક્યાંક છુટોછવાયો વરસાદ આવશે. તેથી આ સમાચાર બાદ હવે ખેલૈયાઓ ટેન્શનમુક્ત થઈને ગરબા રમી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આ બે જિલ્લામાં વરસાદની આગાહી
આગામી સમયને લઇ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહિવત છે. જો કે આગામી 24 કલાકમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં એકાદ જગ્યાએ હળવો વરસાદ રહી શકે છે. તેના સિવાય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત છે. પરંતું આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારાની શક્યતા દેખાઈ રહી છે. 35-37 ડિગ્રી તાપમાન પાંચ દિવસ દરમિયાન રહી શકે છે. ત્યારબાદ તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે. 


અંબાજી મંદિરમાં નિર્ણય બદલાતા જ ગરબે ઘૂમ્યા પુરુષો, માં અંબેનુ ચાચર ચોક હીલોળે ચઢ્યુ


આમ, આજે સવારે સડા આઠ કલાક સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જોકે, સવારના સડા આઠ કલાક બાદ વરસાદની કોઇ આગાહી કરવામાં આવી નથી. તો બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે, એક પછી એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. ત્યારે 16 ઓક્ટોબરની સાંજે 17થી 19 ઓક્ટોબરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રેદશ તેમજ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ભારે પવન અને કરા પડવાની શક્યતા રહેશે. બેક ટુ બેક સિસ્ટમ આવશે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યાતા છે.


આ રીતે બનાવો કેનેડા જવાનો ફુલપ્રુફ પ્લાન, સ્ટુડન્ટ વિઝા માટે આટલી તૈયારી કરી રાખજો


ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ચોમાસાએ વિધિવત રીતે વિદાય લઈ લીધી છે, જેથી હાલ જે વરસાદ છે તે કમોસમી વરસાદ કહી શકાય. આ વચ્ચે સોમવારે વિસાવદર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બપોર બાદ અસહ્ય ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વિસાવદર તાલુકામાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. 


તો બીજી તરફ, ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં બરફ વર્ષા થઈ રહી છે. કુપવાડા અને ગુલમર્ગમાં પથરાઈ બરફની ચાદર પથરાઈ ગઈ છે. તો ભારે હિમવર્ષાના કારણે ઘણા રસ્તાઓ બંધ થયા છે. બરફ વર્ષા અને વરસાદના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તરાખંડમાં પણ મોસમનો મિજાજ બદલાયો છે. વરસાદ સાથે બરફવર્ષા થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. કેદારનાથ ધામમાં બે દિવસથી હિમવર્ષા થઈરહી છે. સતત હિમવર્ષાથી ઉત્તરાખંડમાં બરફની ચાદર પથરાઈ છે. હિમવર્ષાના કારણે ઠંડીનો પારો પણ ગગડ્યો છે. 


બે ગુજ્જુ મિત્રોએ ગુજરાતની ધરતી પર શક્ય નથી તેવા લાખોના ફૂલની ખેતી કરી