અંબાજી મંદિરમાં નિર્ણય બદલાતા જ ગરબે ઘૂમ્યા પુરુષો, માં અંબેનું ચાચર ચોક હીલોળે ચઢ્યું

Navratri 2023 :  અંબાજી મંદિરના ચાચર ચોકમાં પુરુષોને ગરબા ન રમવાનો નિર્ણય પાછો લેવાયો હતો, જેથી નવરાત્રિના બીજા નોરતે પુરુષો પણ ગરબા રમ્યા હતા

અંબાજી મંદિરમાં નિર્ણય બદલાતા જ ગરબે ઘૂમ્યા પુરુષો, માં અંબેનું ચાચર ચોક હીલોળે ચઢ્યું

Ambaji Temple પરખ અગ્રવાલ/અંબાજી : અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે નિર્ણય બદલી ખેલૈયાઓની લાગણીને માન આપી બધા જ ખેલૈયાઓને ચાચર ચોકમાં ગરબા રમવા છૂટ આપવામાં આવી છે. 

યાત્રાધામ અંબાજી ખાતે આજે બીજા નવરાત્રિના દિવસે માં અંબેનું ચાચર ચોક હીલોળે ચઢ્યું હતું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં નવયુવક પ્રગતી મંડળ દ્વારા માતાજીની આરતી કર્યા બાદ પછી ઉપસ્થિત અધિકારીઓનું સન્માન કરાવ્યું હતું. ને ત્યારબાદ ગરબાની રમઝટ શરૂ કરાતા ખેલૈયાઓ ભારે મોજમાં જોવા મળ્યા હતા. જોકે નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયામાં નિરાશા મળી હતી. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયેલા નિર્ણયમાં મહિલાઓ જ ચાચર ચોકમાં શકશે અને ચાચર ચોકની પાસે પિત્તળ ગેટની બહાર પુરુષો ગરબા રમશે તેવી જાહેરાત કરી હતી. જેને લઈ પુરુષો ગરબા રમી શક્યા ન હતા.

જ્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આજે નિર્ણય બદલી ખેલૈયાઓની લાગણીને માન આપી બધા જ ખેલૈયાઓને ચાચર ચોકમાં ગરબા રમવા છૂટ આપી હતી. જેથી બીજા નોરતે મહિલાઓ અને પુરુષો દ્વારા માતાજીના ચાચર ચોકને હિલોળે ચડાવ્યું હતું. ખૂબ જ હરખ ઉલ્લાસથી માતાજીના ચોકમાં ગરબાની ભારે રમઝટ જામી હતી. જોકે ચાચર ચોકમાં જ ગરબા રમી શકે તેમાટે મહિલાઓ અને પુરુષો માટે અલગ કોરીડોર બનાવાયો હતો. જ્યા ભારે ઉત્સાહથી ખેલૈયાઓએ ગરબાની મોજ માણી હતી. એટલું જ મહિલાઓ પણ ખુશ જોવા મળી હતી, ને મહિલાઓ અને પુરુષોને ચાચર ચોકમાં સાથે રાસ રમવાનો જે મોકો પણ મળ્યો હતો, જેને લઈ મહિલા તેમજ પુરુષ ખેલૈયાઓમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

તો અંબાજી આવી પહોંચેલા ગાયક કલાકાર ભીખુદાન ગઢવીએ પણ મંદિર ટ્રસ્ટ લાગણીને વધાવી હતી. તેમજ મંદિર ટ્રસ્ટનો આ નિર્ણય લેવા બદલ આભાર માન્યો હતો અને ખેલૈયાની મોજ કરાવી હતી. અંતે માતાજીના જયકારા સાથે બીજા નોરતાની સમાપ્તી કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news