ભર ઉનાળે ગુજરાતમાં વરસાદનું આગમન, આ શહેરોમાં ગાજવીજ અને પવન સાથે તૂટી પડ્યો કમોસમી વરસાદ
Gujarat Weather : એપ્રિલ મહિનાના અંતમાં વરસાદ આવ્યો છે, દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે, તો ભાવનગરમાં પણ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ભર ઉનાળામાં વરસાદને પગલે લોકોને પણ રાહત મળી છે.
Ambalal Patel : ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ મચી રહી છે. હજી તો એપ્રિલ મહિનાની ગરમી શરૂ જ થઈ છે. ત્યાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવી ગયો છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવી રહ્યાં છે. ગરમી, વરસાદ, ગરમી, વરસાદનું આવનજાવન ચાલુ જ છે. ત્યારે ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ત્રાટક્યો છે. સુરત, વલસાડ, તાપી, ભાવનગર જિલ્લાઓમાં કમોસમી માવઠું આવ્યું છે. જોકે, માવઠાને પગલે ગુજરાતના આ શહેરોના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગરમીનો પારો નીચે ગયો છે. પરંતું બીજી તરફ, માવઠાના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વધતી જતી ગરમી વચ્ચે પણ વરસાદને પગલે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે.
સુરતમાં વરસાદનું આગમન
સુરત જિલ્લામાં એકાએક કમોસમી વરસાદી ઝાપટા સાથે વરસાદ મહેમાન બન્યો છે. સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. સુરતના માંડવી, ઉમરપાડા અને ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું આવ્યું છે. માવઠાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. માંડવી તાલુકામાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
કાન ફાડી નાંખે તેવા અવાજથી બાઈક ચલાવનારા નબીરાઓ પર પોલીસનું મોટું એક્શન
વલસાડમાં વરસાદ
વલસાડ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. વલસાડ શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં કમોસમી વરસાદ આવ્યો છે. વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદના કારણે વલસાડ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોને મોટું ટેન્શન ચઢ્યું છે. કમોસમી વરસાદથી કેરીના પાકમાં મોટું નુકસાન થવાની ભીતિ છે.
તાપી જિલ્લામાં પણ વરસાદ
તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું આવ્યું છે. વહેલી સવારથી વાલોડ, વ્યારા, ડોલવણ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું આવ્યું છે. વ્યારા શહેરના મિશન નાકા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી માવઠાને લઈ વાતવરણમાં ઠંડક વધી છે, તો સાથે જ ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાને લઈ કેરી અને ઉનાળુ પાક પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ઓર્ગેનિક ખેતીથી કેરી પકવતા ખેતરોમાં જોવા મળ્યો જાદુ, માવઠામાં એક પણ કેરી ન ખરી!
ભાવનગરમાં વરસાદ
સૌરાષ્ટ્ર પંથકમાં ભાવનગરના વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મસ્તરામબાપા મંદિર, ચિત્રા યાર્ડ, આખલોલ જગાતનકા, નારી ચોકડી, વરતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંદાયો છે. તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો છે. ઝરમરીયો વરસાદ શરૂ થતાં ઉનાળાની ગરમીથી અગાશીમાં સૂતા લોકોની ઊંઘમાં ખલેલ પહોંચી છે.
આ ઉમેદવારની હિંમતને દાદ દેવી પડે, 6 વખત ચૂંટણી હાર્યા છતા ફરી લોકસભા લડશે
અંબાલાલ પટેલે તો આગાહી કરી જ હતી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આવતીકાલથી 26 એપ્રિલથી થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરનો ભેજના કારણે પ્રિ-મો્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ છે. જોકે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે. તારીખ 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ ભાગોમાં મહત્તમ તાપમાન ૪૩ થી ૪૪ ડિગ્રી રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમી ૪૧ ડિગ્રી કે તેથી વધુ ગરમી રહેશે. તો કચ્છમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી તાપમાન રહેશે. જૂનાગઢમાં ગરમી 41 ડિગ્રી, અમરેલી અને ભાવનગરમાં ૩૮ થી ૪૦ ડિગ્રીએ પહોંચી જશે.
દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. વિદર્ભના ભાગોમાં ગરમીના કારણે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ગરમી વધશે. આહવા, ડાંગ અને વલસાડમાં ગરમી રહેશે. મે માસની શરૂઆતમાં ફરી એકવાર કમોસમી વરસાદ દસ્તક આપશે. દેશના ઘણા ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી થશે. જેથી ગરમીનો પારો ફરી નીચે જશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.
અમદાવાદથી 40 મિનિટમાં સાળંગપુર પહોંચાડશે હેલિકોપ્ટર, શરૂ થશે નવી રાઈડ