Gujarat Weather Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદ હરે બારમાસી મોસમ બની ગઈ છે. ગુજરાતમાં હવે દર પંદર દિવસે કમોસમી વરસાદ દસ્તક આપે છે. ત્યારે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ માસમાં ગુજરાતના વાતાવરણમા પલટો આવશે. આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હાલમાં ગુજરાતમાં ભુક્કા બોલે એવી ગરમી પડી રહી છે. જેને પગલે વરસાદની તો સંભાવના નથી પણ આગામી 5 દિવસ સુધી હીટવેવ પડવાની આગાહી કરાઈ છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એપ્રિલમાં વરસાદ આવશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 


શિસ્તબદ્ધ પાર્ટીને ચચરી જાય એવી ટ્વીટ ભાજપના નેતાએ કરી, લાયક ઉમેદવાર માટે સવાલ કર્યા


એપ્રિલમાં ગરમી પણ આવશે
સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.  


એપ્રિલમાં પણ ગરમીનો માર
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.


ધુંવાપુંવા થયેલો આખલો ભાજપની બેઠકમાં આવી ચઢ્યો, કાર્યકરોની ગાડીઓનો કચ્ચરધાણ કર્યો