અમદાવાદ :કોસ્મેટિકની દુકાનમાં આગ લાગતા ધુમાડાને કારણે રોડ પણ બંધ કરવો પડ્યો
શહેરના માનસી ચાર રસ્તા પાસે આવેલી સમાન કોમ્પલેક્સનાં પહેલા માળે આવેલી કોસ્મેટિકની એક દુકાનમાં આગ લાગી હતી. આગનાં કારણે ધુમાડાનાં ગોટેગોઠા નિકળવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડે આગની જાણ કરવામાં આવતા તત્કાલ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. 4 ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો હતો. જો કે કોસ્મેટિકની દુકાન હોવાનાં કારણે ધુમાડાના ગોટેગોટા ઉંચા આકાશમાં ઉડ્યા હતા.
અમદાવાદ : શહેરના માનસી ચાર રસ્તા પાસે આવેલી સમાન કોમ્પલેક્સનાં પહેલા માળે આવેલી કોસ્મેટિકની એક દુકાનમાં આગ લાગી હતી. આગનાં કારણે ધુમાડાનાં ગોટેગોઠા નિકળવા લાગ્યા હતા. ફાયર બ્રિગેડે આગની જાણ કરવામાં આવતા તત્કાલ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. 4 ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો હતો. જો કે કોસ્મેટિકની દુકાન હોવાનાં કારણે ધુમાડાના ગોટેગોટા ઉંચા આકાશમાં ઉડ્યા હતા.
દારૂકાંડ બાદ મહેસાણાનાં SP મનીષ સિંઘની બદલી, પાર્થરાજસિંહને સોંપાયો ચાર્જ
કોસ્મેટિકની આગને કાબુમાં લેતા ફાયર વિભાગને ભારે મુશ્કેલી પડી હતી. કોસ્મેટિકની દુકાન હોવાનાં કારણે વિવિધ કોસ્મેટિક્સનાં કારણે આગ કરતા ધુમાડા વધી ગયા હતા. જેથી ફાયર વિભાગને જોવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને ક્યાંથી અંદર જઇને આગના મુળને પકડવામાં ખુબ જ મુશ્કેલી પડી હતી.
નવસારી: 90 હજારની લાંચ લેતા મામલતદાર, ના.મામલતદાર, સર્કલ ઓફીસર અને ક્લાર્ક ઝડપાયા
ધુમાડો એટોલ ભયાનક હતો કે રોડ પર પણ ધુમાડાને કારણે ટ્રાફીક જામ થઇ ગયો હતો. આગળનું જોવામાંવાહન ચાલકોને પણ ખુબ જ મુશ્કેલી પડી રહી હતી. આ ઉપરાંત લોકો કુતુહલ વશ પણ વાહનો ઉભા રાખીને શું થયું તે જોવા લાગ્યા હતા. જો કે આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું ફાયર વિભાગ માની રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube