ચેતન પટેલ/સુરત : લીંબાયત વિસ્તારમાં ચાઈનીઝની લારી ચલાવતા યુવક પર જીવલેણ હુમલાની ઘટના બાદ સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું છે. ઘરના મોભી એવા યુવકનું મોત થતા પરીવારજનો પર જાણે આભ ફાટી નિકળ્યું છે.  સહિત સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને ભારે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.જ્યાં પોલીસે ઘટના સ્થળે પોહચી મામલો થાળે પાડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત વેપારી મહામંડળ દ્વારા બજેટને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો


સુરતના લીંબાયત સ્થિત ગોડાદરા વિસ્તારમાં આવેલ શ્રીજી પલાઝા ખાતે ચાઈનીઝની લારી ચલાવતા ભાર્ગવ ચૌધરી નામના યુવક પર સપ્તાહ અગાઉ ચારથી પાંચ જેટલા ઇસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ભારે તોડફોડ કરી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજતાં પરિવારજનો અને સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. રોષે ભરાયેલા લોકોએ આજ રોજ યુવકના મોતના પગલે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.


એસટી બસનો 'હવા' સાથે અકસ્માત, કાચ તુટી જતા ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ


પરિવારજનોએ પોલીસની કામગીરી સામે રોષ વ્યકત કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઘટના બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જે ફુટેજમાં અસામાજિક તત્વોનો આતંક કેદ થયો હતો. જો કે લીંબાયત વિસ્તારમાં વધી રહેલા ગુનાખોરીના ગ્રાફને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થઇ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube