અલ્કેશ રાવ/પાલનપુર: પાલનપુર તાલુકાના કાણોદર ગામના 9 ધોરણ નાપાસ 69 વર્ષીય ખેડૂતે સરળ ખેતી માટે નવી ટેક્નોલોજીની શોધ કરી ખેતરમાં છાણિયું ખાતર નાખવાનું ભારતનું પ્રથમ હાઇડ્રોલીક મશીન તૈયાર કર્યું છે. જેના કારણે ખેડૂતોનો સમય અને નાણાંની બચત થઈ રહી છે. નવમું ધોરણ નાપાસ આ ખેડૂત ખેતીક્ષેત્રે અનોખી ટેકનોલોજી માટે સાધનો તૈયાર કરવા માટે હંમેશા મહેનત કરી રહ્યા છે. 15 વર્ષ પહેલાં ખેતરમાં જે બોરમમાં પાણી વગર ફેલ થઈ અને નકામાં થઈ જતા તેમાંથી રહેલી પાઇપો ખેડૂતો નીકાળી શકતા નહોતા ત્યારે આસિકભાઈએ તે પાઇપો નીકાળવાનું મશીન બનાવ્યું હતું. જેનાથી ખેડૂતોને હાલ પણ મોટો ફાયદો થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડૂતોને વર્ષમાં બે થી ત્રણ વાર પોતાના ખેતરમાં છાણિયું ખાતર નાખવું પડતું હોય છે. ખાતર નાખવા માટે બહારથી મજૂરો લાવવા પડે છે જે સીઝનમાં મળતા નથી અને ખેડૂત પરેશાન થાય છે. ત્યારે વર્ષોથી ખેડૂતો માટે આ સમસ્યાથી ગનીભાઈ પરેશાન હતા. અને તેમને આ સમસ્યાનો ઉકેલ લાવવાનું મનોમન વિચારી લીધું. કાણોદરના ખેડૂત એવા આસિકભાઈ ગનીએ 2 વર્ષની સખત મહેનત બાદ તેમને છાણીયા ખાતર ફેદવાનુ રિમોર્ટ કંટ્રોલથી ચાલતું ટ્રોલી સાથેનું અદ્યતન ટેકનોલોજી સાથેનું મશીન તૈયાર કર્યું છે.ખાતર, પૈસા, લેબર અને સમયનો બચાવ કરતા છાણીયા ખાતર ફેદવાનુ આ મશીન એક વિઘા જમીનમાં માત્ર 12 જ મિનિટમાં છાણિયું ખાતર નાખી દે છે. ઓટોમેટિક સિસ્ટમથી કામ કરતા ખાતર ફેદવાના મશીનમાં માત્ર એક જ ટ્રેકટર ચાલકની જરૂર પડે છે.


[[{"fid":"184288","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Palanpu","field_file_image_title_text[und][0][value]":"Palanpu"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Palanpu","field_file_image_title_text[und][0][value]":"Palanpu"}},"link_text":false,"attributes":{"alt":"Palanpu","title":"Palanpu","class":"media-element file-default","data-delta":"1"}}]]


હાલમાં મોટા ભાગના ખેડૂતો પોતાના ખેતરમાં ખાતર નાખવા માટે મજૂરો લાવે છે અને ખેતરમાં ખાતરના ઢગલા કરે છે જોકે તેમને પોતાના ખેતરમાં મજૂરો દ્વારા ખાતર નાખતા પણ બે ચાર દિવસો થઈ જાય છે. જેના કારણે ખાતર સુકાઈ જતા ખાતરના પોષકતત્ત્વો ઓછા થઈ જાય છે. જ્યારે આ મશીન દ્વારા થોડાજ સમયની અંદર ગમે તેટલા મોટા ખેતરમાં ખાતર નાખીને એ જ દિવસે ખેતી કરાતી હોવાથી કાણોદરના આસપાસના ખેડૂતો આ અદ્યતન ટેકનોલોજી સાથેના છાણીયા ખાતર ફેદવાના મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહ્યા છે. ત્યારે આ મશીનમાં સરકારી સહાય મળે તો ખેડૂતો તેને ખરીદી શકે અને તેમને મોટો ફાયદો થઈ શકે તેમ છે.


[[{"fid":"184289","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Farmar-Of-Palanpur","field_file_image_title_text[und][0][value]":"Farmar-Of-Palanpur"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Farmar-Of-Palanpur","field_file_image_title_text[und][0][value]":"Farmar-Of-Palanpur"}},"link_text":false,"attributes":{"alt":"Farmar-Of-Palanpur","title":"Farmar-Of-Palanpur","class":"media-element file-default","data-delta":"2"}}]]


ભલે આશિકભાઈ ગની મિકેનિકલ કે એન્જીનીયરો જેવી ડિગ્રી ન ધરાવતા હોય પણ માઈન્ડ પાવર ધરાવતા ખેડૂત આસિકભાઈનું બનાવેલું આ મશીન ખેતીની ટેક્નોલોજીની ક્રાંતિ માટે કોઈ મોટા આવિષ્કારથી કમ પણ નથી. હાલ આ મશીન બનાવવાનો ખર્ચ લગભગ 5 લાખ જેટલો આવે છે. તેથી આ મશીન ખેડૂતો ખરીદી શકે તેમ નથી તે સવાલ આસિકભાઈ ગનીને સતાવી રહ્યો છે. જોકે આ મશીનની પેટર્ન પાસ થાય તે માટે આ ખેડૂતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ ખેતીના મશીનના શોધ અંગેની સોશીયલ મીડિયાના માધ્યમ દ્વાર ટ્વીટર અને મેઇલથી જાણકારી પણ આપી છે. ઝી મીડિયા સાથેની વાતચીતમાં સરળ ખેતી માટે આધુનિક મશીન બનાવનાર આસિકભાઈ ગનીએ જણાવ્યું હતું કે છાણીયા ખાતર ફેદવાનું આ મશીન ભારતમાં સૌ પ્રથમવાર તેમણે બનાવ્યું છે. જો સરકાર કોઈ મદદ કરે તો ખેડૂતો માટે આ મશીન ખુબજ ફાયદાકારક નીવડી શકે એમ છે.