મહિલાઓને આંતરવસ્ત્રો ફ્રીમાં આપવાની લાલચ આપી બ્લેકમેલ કરતો આરોપી ઝડપાયો
અમદાવાદ પોલીસે મહિલાઓને બ્લેકમેલ કરી પૈસા પડાવતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. તે મહિલાઓને ફ્રીમાં અન્ડરવેર આપવાની લાલચ આપી ફસાવતો હતો.
મૌલિક ધામેચા, અમદાવાદઃ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી અલગ અલગ 2 મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. નોંધનીય છે કે મહિલાઓને ફ્રી ઇનરવેર આપવાના બહાને તેમના અંગત ફોટો મેળવી બ્લેક મેલ કરતો હતો.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલા આરોપી સૂરજ ગાવલેની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો. આરોપી સામે એક મહિલાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી અને જેમાં તેને મહિલાના કપડાં અને કપડાં વગરના ફોટો મેળવી તેમને વોટ્સએપમાં બિભત્સ મેસેજ કરી અને વીડિઓ મોકલી બ્લેક મેલ કરતો હતો. જેના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે આરોપી અલગ અલગ રીતે મેસેજ કરી મહિલાઓને ફ્રીમાં ઇનરવેર આપવાનું કહી તેમની પાસેથી ફોટો મંગાવી બ્લેક મેલ કરતો હતો.
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાને રાત્રી કર્ફ્યૂમાં મળી શકે છે રાહત, હવે થશે સત્તાવાર જાહેરાત
સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે આરોપી આની સાથો સાથ શ્રી રામ ફાઇનાન્સ ગ્રુપમાંથી લોન આપવાના બહાને છેતરપિંડી પણ કરતો હતો. સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે આરોપી વાર્ષિક 1.2 ના ટકા દરે લોન અપાવે છે અને તેમની પાસેથી 1.36 લાખની છેતરપિંડી કરી હતી. જેથી આરોપીની બંને ગુનામાં ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ 12 સુધીનો અભ્યાસ કરેલ છે અને તેને અત્યાર સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી કરેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહ્યું છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube