અમદાવાદ : દેશના યાત્રાઘામોમાં પ્રવાસીઓ માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉભી કરવા અને સ્થાનિક રોજગારીને ઉત્તેજન આપવા ઉપરાંત સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાદ યોજના અમલી બનાવવામાં આવી છે. આ અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ યૈત્રાધામ અંબાજી મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાને દૂર કરવા અમદાવાદમાં તૈયાર કરાયું આર્યુવેદિક સ્ટીમ બાથ

અગાઉ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અને દ્વારકા મંદિરનો પણ પ્રસાદ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવી ચુક્યો છે. અંબાજી મંદિર ગુજરાતનું ત્રીજુ મંદિર છે જેને આ યોજના હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં 41 યાત્રાધામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 


મોરારી બાપુની જાહેરાત બાદ રામ મંદિર માટે 16.80 કરોડનું દાન મળ્યું

હવે નવા પાંચ તીર્થસ્થાનોને પણ આ યોજના હેઠળ આવરી લેવાની જાહેરાતમાં અંબાજી મંદિરનો પણ સમાવેશ કરવામાં આવતા મંદિરનાં ટ્રસ્ટ અને ભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ યોજનાને કારણે સ્થાનિક પ્રવાસન વિકસશે. ઉપરાંત રોજગારીની પણ વિપુલ તકો ઉત્પન્ન થશે. સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને પણ ઉત્તેજન મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ અંબાજી મંદિરને શ્રેષ્ઠ યાત્રી સુવિધા માટે ISO 9001 સર્ટિફિકે મળ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર