કોરોનાને દૂર કરવા અમદાવાદમાં તૈયાર કરાયું આર્યુવેદિક સ્ટીમ બાથ

કોરોનાનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આવામાં અનેક ભારતીયો યોગ, આર્યુવેદ જેવા ઉપચારોનો સહારો લઈ રહ્યાં છે. જેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ વિકસે અને કોરોનાને દૂર પણ રાખી શકાય. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ અભિષેક એપાર્ટમેન્ટમાં રહીશોએ અનોખો ઉપાય શરૂ કર્યો છે. એપાર્ટમેન્ટના રહીશોએ ઉટવા ગામના સરપંચ મહેન્દ્રભાઈ પટેલની સાથે મળીને એક સ્ટીમ બાથ શરૂ કર્યું છે, જેમાં ઘરના રસોડામાં વપરાતી 17 ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી અનોખું મશીન તૈયાર કરાયું છે. અત્યાર સુધી 1000 જેટલા લોકોએ આ સ્ટીમ બાથનો લાભ લીધો છે. સાથે જ સ્ટીમ બાથ લીધા પછી તેજ સામગ્રીનો ઉકાળો પીવા માટે પણ આપવામાં આવે છે. 

Updated By: Aug 1, 2020, 04:28 PM IST
કોરોનાને દૂર કરવા અમદાવાદમાં તૈયાર કરાયું આર્યુવેદિક સ્ટીમ બાથ

આશ્કા જાની/અમદાવાદ :કોરોનાનો કહેર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આવામાં અનેક ભારતીયો યોગ, આર્યુવેદ જેવા ઉપચારોનો સહારો લઈ રહ્યાં છે. જેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ વિકસે અને કોરોનાને દૂર પણ રાખી શકાય. ત્યારે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ અભિષેક એપાર્ટમેન્ટમાં રહીશોએ અનોખો ઉપાય શરૂ કર્યો છે. એપાર્ટમેન્ટના રહીશોએ ઉટવા ગામના સરપંચ મહેન્દ્રભાઈ પટેલની સાથે મળીને એક સ્ટીમ બાથ શરૂ કર્યું છે, જેમાં ઘરના રસોડામાં વપરાતી 17 ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી અનોખું મશીન તૈયાર કરાયું છે. અત્યાર સુધી 1000 જેટલા લોકોએ આ સ્ટીમ બાથનો લાભ લીધો છે. સાથે જ સ્ટીમ બાથ લીધા પછી તેજ સામગ્રીનો ઉકાળો પીવા માટે પણ આપવામાં આવે છે. 

ગુજરાતમાં ફરી વાઘ આવ્યાની ચર્ચા, વીડિયોમાં દેખાઈ વાઘણ, પણ વન વિભાગે કહ્યું... 

આ સ્ટીમ રૂમના પ્રોજેક્ટમાં લવીંગ પાવડર, તજ પાવડર, હળદર, અજમો, કાળી જીરું, મરી પાવડર, સૂંઠ, આદું, કડવી ભોટગળી, મોટી ભોટગળી, ધતૂરો, સરગવો, તુલસી, અરડૂસી, લીમડો તુલસી, કડવો ગળો જેવી આર્યુવેદિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ વસ્તુઓને 80 થી 120 ના તાપમાન પર ગરમ કરવામાં આવે છે. તેની વરાળની સ્ટીમ બાથ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ મશીન અંદાજે 40 હજારમાં તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રોજેકટ છેલ્લા 5 દિવસ તૈયાર કરીને ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જેનો લ્હાવો અત્યાર સુધી અનેક લોકોએ લીધો છે. પોતાના સ્વસ્થ રાખવા માટે લોકો આ પ્રકારના આર્યુવેદ સ્ટીમ તરફ વધુ વળ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર